જમીનથી 350 ફૂટ નીચે આવેલુ છે રહસ્યમય ગામ, બીજા ગ્રહમાં રહેતા હોય તેવો થાય છે અનુભવ

જમીનથી સેંકડો ફૂટની ઉંડાઈએ આવેલા આ ગામમાં પોસ્ટ ઓફિસથી લઈને ચર્ચ પણ છે

વૈભવી મકાનમાં રહેવાનું દરેકનું સપનું હોય છે, પરંતુ આર્થિક તંગીને કારણે દરેકનું આ સપનું પૂરું થતું નથી. ઘર બનાવવા માટે જમીન અને પછી તેના નિર્માણમાં લાખો રૂપિયા ખર્ચવામાં આવે છે, પરંતુ આજે અમે તમને એક એવા ગામ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે જમીન પર નહીં પરંતુ જમીનની અંદર સ્થિત છે.

આ ગામમાં ઘણાં મકાનો છે અને તેમાં તમામ પ્રકારની સુવિધાઓ પણ છે. આ અદભૂત ગામ જમીનની સપાટીથી લગભગ સાડા ત્રણસો ફૂટ નીચે આવેલું છે. આશ્ચર્યજનક બાબત એ છે કે આ ગામના લોકો જમીનથી સેંકડો ફૂટ નીચે પણ સામાન્ય જીવન જીવી રહ્યા છે. એવું કહેવાય છે કે આ ગામમાં રહેતા લોકો પર કેટલીક દૈવિય કૃપા છે. જેના કારણે આ લોકો હજારો વર્ષોથી આ ધરતીની તળેટીમાં રહે છે.

તમને જાણીને આશ્ચર્ય થશે કે આ ગામના લોકો એટલા હિંમતવાન છે કે તેમની હિંમતના બળ પર તેઓએ પૃથ્વીની સપાટીથી સાડા ત્રણસો ફૂટ નીચે પણ પોતાની એક અલગ દુનિયા બનાવી છે. આ વિશાળ કૂવામાં આવેલ ગામમાં એક પોસ્ટ ઓફિસ, એક ચર્ચ અને એક નાનું બજાર પણ છે.

પૃથ્વીના ઉંડાણમાં આવેલા આ ગામમાં પહોંચતા જ એવું લાગે છે કે તમે પૃથ્વી છોડીને બીજા કોઈ ગ્રહ પર પહોંચી ગયા છો. અમે તમને જણાવી દઈએ કે જમીનની નીચે આવેલું આ ગામ અમેરિકાના ગ્રાન્ડ કેનિયનમાં સ્થિત એક ઉંડા ખાડા પાસે આવેલું છે. જેનું નામ ‘સુપાઈ’ છે. આ ગામમાં લગભગ અઢીસો લોકો રહે છે.

કોણે બનાવ્યું આ ગામ : આ વિસ્તારમાં રહેતી હજાર વર્ષ જૂની આદિજાતિએ સુપાઈ ગામ વસાવ્યું હતું. મૂળ અમેરિકન રેડ ઇન્ડિયન્સ આ ગામમાં રહે છે. અમેરિકાની આ જનજાતિ તેના શરૂઆતના સમયથી ખૂબ જ હિંમતવાન પ્રકારની છે. અહીંના લોકો દ્વારા વાતચીત માટે જે ભાષાનો ઉપયોગ કરવામાં આવે છે તેને હવસુપાઈ કહેવામાં આવે છે. આ ગામમાં પહોંચવા માટે જમીનથી સાડા ત્રણસો ફૂટની ઉંડાઈએ ઉતરવું પડે છે, જ્યાં જવાનો રસ્તો મુશ્કેલીઓથી ભરેલો હોય છે. આ ગામમાં પહોંચવા માટે ત્રણ રસ્તા છે. પહેલો રસ્તો પગપાળા છે, જેમાં લાંબો રસ્તો કાપવો પડે છે. બીજી રીત ખચ્ચર દ્વારા છે.

બાળકોના અભ્યાસ માટે આ ગામમાં શાળાઓ, પોસ્ટ ઓફિસ, ચર્ચ અને દૈનિક ઉપયોગની વસ્તુઓની દુકાનો પણ છે. એવું લાગે છે કે આ નાનું ભૂગર્ભ બજાર વિશ્વમાં એકમાત્ર હશે. આ ગામના રહેવાસીઓએ ખૂબ જ મહેનતથી જમીન નીચે જરૂરી તમામ વસ્તુઓ ભેગી કરી છે. અહીં રહેતા લોકો ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. વળી, ટોપલી બનાવવી એ પણ તેમનો વ્યવસાય છે.

આ ગામની વણેલી ટોપલી આખા અમેરિકામાં પ્રખ્યાત છે. જમીનના ત્રણસો ફૂટની અંદર આવેલું આ સુપાઈ ગામ દેશ -વિદેશના પ્રવાસીઓ માટે આકર્ષક આકર્ષણનું કેન્દ્ર છે. લોકો કુતુહલથી આ ગામને જોવા આવે છે. અમેરિકાના ગ્રાન્ડ કેનિયન વિસ્તારમાં જે પણ આવે છે તે આ અદભૂત ગામને જોયા વગર પાછો જતો નથી. આ ગામનું કુદરતી સૌંદર્ય નજરે પડે છે. સુપાઈ ગામ તેની અદભૂત વિચિત્રતાને કારણે સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે.

YC