અજબગજબ વાયરલ

ગુજરાતના આ કપલે ગામડાની અંદર કરાવ્યું પ્રિ-વેડિંગ ફોટોશૂટ, તસવીરો અને વીડિયો હવે થઇ રહ્યા છે વાયરલ, તમે પણ જુઓ

નાનકડા ગામડાની અંદર કરાવેલું આ ફોટોશૂટ જોઈને દિલ ખુશ થઇ જશે, જુઓ વિડીયો

આજના સમયમાં ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફીનો ક્રેઝ ખુબ જ વધ્યો છે, ત્યારે લગ્નોમાં પણ ફોટોગ્રાફી ફરજીયાત બની છે, હવે ઘણા લોકો લગ્ન પહેલા પ્રિ-વેડિંગ ફોટોગ્રાફી પણ કરાવે છે. જેમાં અલગ અલગ સ્થળો ઉપર જઈને ફોટોગ્રાફી તેમજ વીડિયોગ્રાફી પણ કરાવે છે. જેના ઘણા વીડિયો જોવા મળે છે.

પરંતુ આ દરમિયાન જ એક પ્રિ-વેડિંગ ફોટોશુટ ખુબ જ વાયરલ થઇ રહ્યું છે, જેમાં એક કપલ કાઠિયાવાડના ગામડાની અંદર ગામઠી સ્ટાઈલમાં ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી બનાવી છે. જેની પ્રસંશા સોશિયલ મીડિયાની અંદર ઘણા લોકો કરી રહ્યા છે.

ગુજરાતના નાના એવા ગામડામાં થયેલું આ પ્રિ-વેડિંગ શૂટ વેરાવળના બાદલપુરા ગામમાં રહેવા વાળા દેવરાજ બારડ અને હેતલે કરાવ્યું હતું. જેની તસવીરો અને પ્રિ વેડિંગનો વીડિયો ખુબ જ શેર થઇ રહ્યો છે.

આ શૂટિંગ વર્ષ 2015માં આહીર જ્ઞાતિના દેવરાજ બારડ અને હેતલના લગ્ન સમયે કરવામાં આવ્યું હતું. જેનું શૂટિંગ દેવરાજના ચિત્રાવડ સ્થિત ફાર્મ હાઉસમાં કરવામાં આવ્યું હતું. આ આખું જ શૂટિંગ આહીરોના પારંપરિક અંદાજમાં કરવામાં આવ્યું હતું.

દેવરાજે પુણેમાંથી બી.કોમ કર્યું છે. હાલમાં તે સિમેન્ટ પોલ, મેન્યુફેક્ચરિંગનો ફેમેલી વ્યવસાય સાંભળે છે. તો હેતલ મૂળ રૂપે આદરી ગામની છે. તે ડેન્ટિસ્ટના રૂપમાં વેરાવળની અંદર પ્રેક્ટિસ કરી ચુકી છે. હાલમાં જ તેને GPSCની પરીક્ષા પણ પાસ કરી છે.

આ સમગ્ર પ્રિ-વેડિંગ પરિશ્રમ સ્ટુડિયો દ્વારા કરવામાં આવ્યું છે. જેનો વીડિયો પણ તેમને પોતાના પેજમાં શેર કર્યો છે,. આ વીડિયોને 5 હજાર કરતા પણ વધારે લોકોએ શેર પણ કર્યો છે અને 6.5 હજાર જેટલા લોકોએ લાઈક પણ કર્યો છે.