ખબર

એક બાજુ જ્યાં કોરોના હાહાકાર મચાવે છે ત્યાં આ ગામમાં હજુ સુધી નથી થઇ કોરોનાની એન્ટ્રી

હાલ એક બાજુ કોરોનાએ કાળો કહેર વર્તાવ્યો છે. ગુજરાતમાં કોરોનાથી સંક્રમિત લોકોની સંખ્યા 2 લાખથી વધી ગઈ છે. પરંતુ આજે પણ અમુક ગામડા એવા છે જ્યાં હજુ સુધી કોરોનાએ એન્ટ્રી નથી કરી. આવો જાણીએ એ વિષે.

Image source

સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાથી 12 કિલોમીટર આવેલા કારિયાણી ગામમાં હજુ સુધી કોરોનાની એન્ટ્રી થઇ શકી નથી. પૂર્વ ધારાસભ્ય વર્ષાબેન દોશીએ આદર્શ ગામ તરીકે દત્તક લીધું હતું. અંદાજે 1100થી વધુ વસ્તીવાળું ગામ છે. આ ગામ કોરોનાને રોકવામાં સફળ થયું છે. આ ગામમાં લોકડાઉનનો કડક અમલ કરવામાં આવ્યો છે.

Image source

ગામના સરપંચ દ્વારા પ્રવેશ દ્વાર પાસે ફાટક મૂકીને આવતા-જતા લોકોની એન્ટ્રી કરવામાં આવી રહી છે. તો દરેક લોકોને માસ્ક ફરજીયાત અને હાથ સૅનેટાઇઝ કરીને જ ગામમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. બહારગામથી આવતા લોકોને ફરજીયાત કોરોનાનો રિપોર્ટ કરાવ્યા બાદ જ એન્ટ્રી આપવામાં આવે છે. ગામમાં જ ઉગાડવામાં આવતા શાકભાજીનો ધોઈને વપરાશ કરવામાં આવે છે.

Image source

ગામના સરપંચ ભોપાભાઈએ જણાવ્યું હતું કે, 1 કમિટી બનાવવામાં આવી છે. આ કમિટીમાં 14 લોકોની નિમણુંક કરવામાં આવી છે. આ લોકોને મારા ખર્ચ યુનિફોર્મ, લાકડી અને જૂતાં આપ્યા છે. બહારના કોઈ ફેરિયાને મંજૂરી આપવામાં આવતી નથી. બહારગામથી આવતા લોકોનો કોરોના રિપોર્ટ નેગેટિવ હોય બાદમાં જ પ્રવેશ આપવામાં આવતો હતો. આ બાદ 14 દિવસ હોમ ક્વોરેન્ટાઇન કરવામાં આવતા હતા.

Image source

આ ગામમાં એક પણ કોરોનાનો કેસ ના હોવા છતાં સરપંચ દ્વારા 3 વખત આખા ગામને સૅનેટાઇઝ કરવામાં આવ્યું છે. ગામમાં એક પણ કોરોનાનો કેસ ના આવે તે માટે સમગ્ર ગામ એક થઈને લડે છે. બહાર ગામથી આવતા લોકોને હજુ પણ દેખરેખ રાખવામાં આવે છે.

આ ગામ આજે ગુજરાત માટે અને સમગ્ર દેશ માટે એક આદર્શ ગામ સમાન છે. કોરોનાના સંક્રમણને કેવી રીતે રોકી શકાય તેનું ઉત્તમ ઉદાહરણ આ ગામ પાસેથી મેળવી શકાય છે. જો દરેક ગામ આ રીતેના આયોજનો દ્વારા કોરોનાને રોકવાનું વિચારે તો થોડા જ સમયમાં આખો દેશ કોરોના મુક્ત થઇ શકે છે.