જ્યારે એડલ્ટ ફિલ્મ જોતા પકડાઇ ગયો હતો આ મોટી સેલિબ્રિટી, રૂમમાં આવી ગયા માસી અને…

Vikrant massey : વિક્રાંત મૈસી એક એવો ટેલેન્ટેડ અભિનેતા છે જેણે ઇન્ડસ્ટ્રીમાં પોતાના દમ પર નામ અને ઓળખ બનાવી છે. આ દિવસોમાં તે એક પછી એક શાનદાર સીરીઝમાં દેખાઈ રહ્યો છે. તેના શાનદાર પ્રદર્શનને જોઈને ચાહકો પણ ખુશખુશાલ થઇ ગયા છે. તાજેતરમાં જ તેણે સારા અલી ખાન સ્ટારર ‘ગેસલાઇટ’ સિરીઝમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ત્યારે હવે ફરી એકવાર વિક્રાંત નવી સિરીઝમાં જોવા મળવાનો છે. અભિનેતાની ‘મુંબઈકર’ સિરીઝનું ટીઝર હાલમાં જ રિલીઝ થયું.

આ ફિલ્મમાં સાઉથ સ્ટાર વિજય સેતુપતિ પણ જોવા મળશે. આ ટીઝર આવતા જ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગયુ અને ચાહકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો. આ સિરીઝ 2 જૂને Jio સિનેમા પર રિલીઝ થશે. અભિનેતા વિક્રાંત મૈસીએ થોડા સમય પહેલા એક ઈન્ટરવ્યુમાં તેની એવી ક્ષણ વિશે વાત કરી હતી જ્યારે તે એક એડલ્ટ ફિલ્મ જોતા પકડાયો હતો. આરજે સિદ્ધાર્થ કાનન સાથેની વાતચીતમાં વિક્રાંત મૈસીએ આ ઘટનાને યાદ કરતા કહ્યું – આ ઘટના મારી નાનીના ઘરે બની હતી.

હું અને મારા પિતરાઈ ભાઈઓ એક એડલ્ટ મૂવી જોઈ રહ્યા હતા અને પછી મારા માસી ત્યાં આવ્યા. અમે ક્યારેય વિચાર્યું ન હતું કે તે સવારે 3 વાગ્યે જાગી જશે. એ પછી અમે શરમ અનુભવીને ત્યાંથી ચાલ્યા ગયા. વિક્રાંતે કહ્યું- થોડા દિવસોથી હું મારી નાનીના ઘરે રહ્યો હતો. આ દરમિયાન જ્યારે પણ હું મારી માસી પાસે કંઇ માગતો ત્યારે તેમની આંખોમાં જોવામાં મને શરમ આવતી. તે ખૂબ જ શરમજનક ક્ષણ હતી. પણ મારી માસી ખૂબ ઉદાર હતી.

તેણે આ વાત ક્યારેય મારી માતાને કે અન્ય કોઈને કહી નથી. તે સમજી ગઈ હતી કે હવે બાળકો મોટા થઈ ગયા છે. ત્યાં તાપસી પન્નુએ પણ કહ્યું કે તેના ઘરમાં તે જ વસ્તુ જોવા મળતી હતી જે તેના પિતા જોવા માંગતા હતા. આ દરમિયાન જ્યારે પણ કોઈ ઈન્ટિમેટ સીન પડદા પર આવતો ત્યારે દરેક લોકો ખૂબ જ અજીબ સ્થિતિમાં આવી જતા હતા.

હર્ષવર્ધન રાણેએ પણ આવી જ રીતે તેની કહાની યાદ કરી કહ્યું કે તેઓ સસ્તી ચીપ નોવેલ વાંચતા હતા અને તે દિવસોમાં થિયેટરોમાં બતાવવામાં આવતી કેટલીક બી-ગ્રેડ ફિલ્મો જોતા હતા. હર્ષવર્ધને કહ્યું કે તે ફિલ્મો પણ અજીબ લાગતી હતી કારણ કે તમારે જે સીન જોવા હોય તે માટે તમારે કલાકો સુધી રાહ જોવી પડતી હતી.

Shah Jina