ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર વિક્રમ ઠાકોર પહોંચ્યા પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવની મુલાકાત લેવા માટે, વીડિયો શેર કરીને વ્યક્ત કર્યો રાજીપો, જુઓ

PMS-100નો નજારો જોઈને અભિભૂત થયો અભિનેતા વિક્રમ ઠાકોર, જોવા માટે ઉમટી ચાહકોની ભીડ, જુઓ વીડિયો

છેલ્લા એક મહિનાથી અમદાવાદના ઓગણજમાં પ્રમુખસ્વામી મહારાજનો ભવ્ય શતાબ્દી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. ત્યારે હવે આ મહોત્સવ પૂર્ણ થવાને હવે ગણતરીના દિવસ જ બાકી રહ્યા છે. 15 જાન્યુઆરીના રોજ આ મહોત્સવની પૂર્ણાહૂતિ થવાની છે અને પછી તેની યાદગીરીઓ કાયમ માટે સૌના હૈયામાં રહી જવાની છે.

ત્યારે આ મહોત્સવની અત્યાર સુધી લાખો લોકો મુલાકાત લઈ ચુક્યા છે અને આ મહોત્સવના આયોજન, વ્યવસ્થા અને ત્યાં ઉભા કરવામાં આવેલા આકર્ષણોના પેટ ભરીને વખાણ પણ કર્યા છે. ત્યારે હાલમાં જ ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર ગણાતા વિક્રમ ઠાકોરે પણ આ મહોત્સવની મુલાકાત લીધી હતી. જેનો વીડિયો પણ સામે આવ્યો છે.

વિક્રમ ઠાકોરે તેના સોશિયલ મીડિયામાં આ મુલાકાતનો એક વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે વિક્રમ ઠાકોરને મહોત્સવમાં જોવા માટે ચાહકો પણ ઉમટી પડ્યા છે અને તે પણ હાથ હલાવીને ચાહકોનું અભિવાદન કરી રહ્યો છે. વિક્રમ ઠાકોરે પોતાની પોસ્ટના કેપશનમાં જય સ્વામિનારાયણ પણ લખ્યું છે.

આ સાથે વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે મહોત્સવમાં મુલાકાતીઓ માટે બનાવવામાં આવેલી સ્પેશિયલ કારમાં વિક્રમ ઠાકોર બેઠા છે અને એક નાનું બાળક જે ત્યાં સેવા આપી રહ્યું છે તે વિક્રમને આ મહોત્સવના વિવિધ સ્થળો વિશે માહિતગાર કરી રહ્યું છે. વિક્રમ બાળકની વાતોને ખુબ જ ધ્યાનથી સાંભળતા પણ જોવા મળે છે.

જેના બાદ તે મહોત્સવમાં આવેલા વિવિધ સ્થળોની મુલાકાત લે છે અને ત્યાં સેવા આપનારા હરિભક્તો તેમને માહિતગાર પણ કરી રહ્યા છે. વિક્રમ ઠાકોર માટે આ મુલાકાત ખુબ જ યાદગાર રહી હતી અને મુલાકાત બાદ તેમણે પોતાનો રાજીપો પણ વ્યક્ત કર્યો હતો. તેમના આ વીડિયોને તેમના ચાહકો દ્વારા ખુબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે.

Niraj Patel