ટૂંક સમયમાં જ ચંદ્ર પર પડશે રાત, લેન્ડર અને રોવર સાથે થશે આવું…જાણો
પ્રજ્ઞાન રોવર માત્ર ચંદ્રની સપાટી પર જ નથી ફરી રહ્યુ પણ ઘણી બધી માહિતી પણ આપી રહ્યું છે. પ્રજ્ઞાન દ્વારા અત્યાર સુધી આપવામાં આવેલી માહિતી અનુસાર, પૃથ્વી પર ઘટતા સંસાધનોનો વિકલ્પ શોધી શકાય છે. ચંદ્ર પર ફરતી વખતે પ્રજ્ઞાન એક વખત ખાડામાં પડતાં બચી ગયુ હતુ, ઈસરોની જાગ્રત નજરે તેને બચાવી લીધુ હતુ. ISROનું કહેવું છે કે આશા છે કે 19 સપ્ટેમ્બર પછી ચંદ્ર પર પ્રકાશ આવશે, ત્યારબાદ વિક્રમ અને પ્રજ્ઞાન બંને કામ કરી શકશે.
ચંદ્ર પર પડશે રાત
તમને જણાવી દઈએ કે 23 ઓગસ્ટે ચંદ્રની સપાટી પર વિક્રમ લેન્ડર જે દિવસે લેન્ડ થયું ત્યારથી એટલે કે 5 સપ્ટેમ્બર સુધી પ્રકાશ રહેશે. 5 સપ્ટેમ્બર પછી અંધારું થઈ જશે. વિક્રમ અને પ્રજ્ઞાનની ડિઝાઈનીંગ 14 દિવસના હિસાબથી કરવામાં આવી છે. હવે વિક્રમ અને પ્રજ્ઞાન પાસે માત્ર ગણતરીના દિવસો જ બચ્યા છે અને આ દિવસોમાં તેમને ઘણા મહત્વપૂર્ણ કામો કરવાના છે.
સૂર્યપ્રકાશ ન મળવાથી લેન્ડર અને રોવર નહીં કરી શકે કામ
ચંદ્ર પર હવે ટૂંક જ સમયમાં 14 દિવસની રાત પડવાની છે અને આને કારણે સૂર્યપ્રકાશ ન મળવાથી લેન્ડર અને રોવર કામ નહીં કરી શકે. એટલે કે તેઓ 14 દિવસ સુધી એક્ટિવ નહીં રહે. શનિવારે એચટલે કે આજે ISROના ચીફ એસ સોમનાથે કહ્યું કે ચંદ્ર પર ચંદ્રયાન-3 નું રોવર અને લેન્ડર યોગ્ય રીતે કાર્ય કરી રહ્યું છે, અને બંને સારી હાલતમાં છે. થોડા સમયમાં ચંદ્ર પર રાત પડવાની છે અને એટલે જ બંને નિષ્ક્રિય થઈ જશે.
ટીમ કરશે લેન્ડર ‘વિક્રમ’ અને રોવર ‘પ્રજ્ઞાન’ ને નિષ્ક્રિય કરવાની પ્રક્રિયા
તેમણે આગળ કહ્યું કે લેન્ડર ‘વિક્રમ’ અને રોવર ‘પ્રજ્ઞાન’ હજી પણ કામ કરી રહ્યું છે અને ટીમ હવે વૈજ્ઞાનિક ઉપકરણો સાથે ઘણું કામ કરી રહી છે. સારા સમાચાર તો એ છે કે રોવર લેન્ડરથી ઓછામાં ઓછા 100 મીટર દૂર છે અને તેમને એક કે બે દિવસમાં નિષ્ક્રિય કરવાની પ્રક્રિયા શરૂ થશે. આવું એટલા માટે કારણ કે ચંદ્ર પર રાત થવાની છે.