મનોરંજન

ઉરી સર્જીકલ સ્ટ્રાઇકના હીરો વિકીનું દિલ કેટરીના પર નહિ પણ આ સુંદરી પર આવ્યું- જુવો તસ્વીરો

અભિનેતા વિક્કી કૌશલ હાલના સમયે બોલીવુડના સૌથી ચાર્મિંગ અને હેન્ડસમ બેચલર્સમાના એક છે. અમુક મહિનાઓ પહેલા જ તેનું હરલીન સેઠી સાથે બ્રેકઅપ થયું છે.જો કે તેના પછી તેનું નામ ઘણી અભિનેત્રીઓ સાથે જોડાયું હતું.જો કે એક વાર ફરીથી વિક્કી કૌશલને પ્રેમ થઇ ગયો છે.

જણાવી દઈએ કે હરલીન સાથેના બ્રેક પછી વિક્કીનું નામ અભિનેત્રી કૈટરીના કૈફ,હુમા કુરેશી અને ભૂમિ પેડનેકર સાથે પણ જોડાયું હતું.પણ હવે એ કન્ફોર્મ થઇ ગયું છે કે આખરે તે કોને ડેટ કરી રહ્યા છે. અભિનેત્રી રાધિકા આપ્ટેએ કન્ફોર્મ કર્યુ છે કે હાલના સમયે વિક્કી ‘બિયોન્ડ દ ક્લાઉડસ’ની અભિનેત્રી માલવિકા મોહનનને ડેટ કરી રહ્યા છે.

આખરે કોણ છે માલવિકા મોહનન?:
માલવિકા બિયોન્ડ દ ક્લાઉડની લીડ અભિનેત્રી રહી છે અને આ ફિલ્મમાં તેણે શાહિદ કપૂરના ભાઈ ઈશાન ખટ્ટર સાથે સ્ક્રીન શેર કરી હતી. તેના સિવાય માલવિકા ત્રણ મલયાલમ,એક-એક કન્નડ,તેલુગુ અને તમિલ ફિલ્મમાં પણ કામ કરી ચુકી છે.માલવિકા એ વર્ષ 2013 માં મલયાલમ ફિલ્મ પટ્ટમ પોલે દ્વારા ડેબ્યુ કર્યુ હતું.

રિપોર્ટ અનુસાર વિક્કી કૌશલ, તેના ભાઈ સની કૌશલ અને માલવિકા બાળપણના મિત્રો છે.માલવિકાનો ભાઈ અને તેનો પૂરો પરિવાર પણ કૌશલ પરિવાને ઓળખે છે.મુંબઈમાં વિક્કી કેટલા પણ વ્યસ્ત કેમ ના હોય પણ તે મોટાભાગે માલવિકાના ઘરે લંચ કે ડિનર માટે જતા રહે છે, એવામાં એવું લાગી રહ્યું છે કે બંને વચ્ચેનો સબંધ વધારે મજબૂત થઇ રહ્યો છે.માલવિકા મુંબઈમાં પોતાના મમ્મી-પપ્પા સાથે રહે છે. માલવિકા મોટાભાગે અન્ય લોકોની સામે વિક્કી વિશે વાતો કરતી રહે છે જયારે વિક્કી પણ માલવિકાનું ખુબ ધ્યાન રાખે છે.ઘણીવાર વિક્કી તેને સેટ પર લઇ જાય છે તો ક્યારેય ડિનર માટે.વિક્કી માલવિકા માટે નાની નાની રોમેન્ટિક વસ્તુઓ કરતા રહે છે.પંજાબી હોવા છતાં પણ વિક્કીને ઘરે જ બનેલી સાઉથ ઇન્ડિયન ડીશ ખુબ જ પસંદ છે, માટે તે મોટાભાગે માલવિકાના ઘરે સાઉથ ઇન્ડિયન ડીશ ખાવાનું પસંદ કરે છે.

અમુક દિવસો પહેલા જ વિક્કીએ એક વિડીયો બનાવ્યો હતો, જેમાં તેમણે લખ્યું કે,” રવિવારની બપોરે સાઉથ ઇન્ડિયન જમીને જીવન મણિરત્નમની ફિલ્મ લાગે છે, થેંક્યુ માલવિકા મોહનન”. તેના પર માલવિકાની મમ્મી એ લખ્યું હતું કે-”મારું થેંક્યુ ક્યાં છે?”.

નેહા ધુપિયાના ચેટ શો માં જયારે રાધિકા આપ્ટેને પૂછવામાં આવ્યું કે ક્યાં અભિનેતાને પોતાના રિલેશનનો ખુલાસો કરવો જોઈએ? તેના પર રાધિકાએ કહ્યું કે વિક્કી કૌશલ ખુબ જ સારી અને સુંદર યુવતીને ડેટ કરી રહ્યા છે માટે તેને પોતાના રિલેશનનો પબ્લિકલી સ્વીકાર કરી લેવો જોઈએ”.

જણાવી દઈએ કે વિક્કી કૌશલને ફિલ્મ ઉરી:દ સર્જીકલ સ્ટ્રાઇક માટે ખુબ લોકપ્રિયતા મળી હતી. હાલ તે ફિલ્ડ માર્શલ સૈમ માનિકશૉ ના કિરદારમાં નજરમાં આવવાના છે.આ સિવાય વિક્કી ફિલ્મ ભૂત માં પણ નજરમાં આવશે.વિક્કીએ ફિલ્મ મસાન દ્વારા પોતાના કેરિયરની શરૂઆત કરી હતી.આ સિવાય તેની પાસે અશ્વત્થામા,સારે જહાં સે અચ્છા, રમન રાઘવ અને સૈમ જેવી મોટી ફિલ્મોમાં પ્રોજેક્ટ છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.