ફિલ્મી દુનિયા

આત્મહત્યા નહીં પરંતુ ગળું દબાવીને કરવામાં આવી હતી સુશાંતની હત્યા, વકીલ વિકાસ સિંહનો સનસનીખેજ -જાણો વિગત

દિવંગત એક્ટર સુશાંત સિંહ રાજપૂત કેસમાં દરરોજ નવા-નવા ખુલાસા થઇ રહ્યા છે. સુશાંતના મોતની તપાસ સીબીઆઈ દ્વારા કરવામાં આવી રહી છે. આ વચ્ચે એક સનસનીખેજ દાવો કરવામાં આવ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Sushant Singh Rajput (@sushantsinghrajput) on

સુશાંતસિંહ રાજપૂતના પિતાના વકીલે વિકાસ સિંહે શુક્રવારે સનસનીખેજ દાવો કર્યો છે. વિકાસ સિંહે દાવો કર્યો છે કે સુશાંતસિંહ રાજપૂતની આત્મહત્યા નહીં પરંતુ ગળું દબાવીને હત્યા કરવામાં આવી છે. આ સાથે જ કહ્યું હતું કે, સુશાંતના મોત મામલે મેડિકલ રિપોર્ટ આપવામાં મોડું કરતા તે નિરાશ થયા છે.

 

View this post on Instagram

 

A post shared by Sushant Singh Rajput (@sushantsinghrajput) on

આ સાથે જ દાવો કર્યો છે કે, એમ્સના પેનલમાં શામેલ એક ડોક્ટરએ તેને કહ્યું હતું કે, 200 ટકા આ હત્યાનો મામલો છે. વિકાસ સિંહે દાવો કર્યો છે કે, સુશાંતના મોત બાદ જે તસ્વીર સામે આવી છે તે પરથી ખબર પડે છે કે, એક્ટરની ગળું દબાવીને હત્યા કરવામાં આવી છે.

 

View this post on Instagram

 

A post shared by Sushant Singh Rajput (@sushantsinghrajput) on

જણાવી દઈએ કે, એઈમ્સના નિષ્ણાંત ડોકટરોની પેનલ દ્વારા અભિનેતાના પોસ્ટ મોર્ટમ રિપોર્ટની તપાસ કરવામાં આવી રહી છે. એઈમ્સની આ પેનલ સીબીઆઈને પોતાનો રિપોર્ટ રજૂ કરશે. જો કે, વિકાસસિંહે આ રિપોર્ટમાં વિલંબ થતાં નિરાશા વ્યક્ત કરી છે. સુશાંતના મૃતદેહનું મુંબઇની કૂપર હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Sushant Singh Rajput (@sushantsinghrajput) on

પરંતુ આ પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં ઘણી ભૂલો મળી આવી છે. રિપોર્ટની સૌથી મોટી ખામી એ છે કે તેમાં મૃત્યુનો સમયની નોંધ્યો નથી. કૂપર હોસ્પિટલના ડોકટરોની ભૂમિકા વિશે પણ સવાલો ઉભા થયા છે. એઈમ્સ પેનલે પણ આ ડોક્ટરોની પૂછપરછ કરી છે.

 

View this post on Instagram

 

A post shared by Sushant Singh Rajput (@sushantsinghrajput) on

સુશાંત સિંહ મામલે ડ્રગ મામલે તપાસ કરતી નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ તપાસ સઘન કરી છે. આ કેસમાં મુખ્ય આરોપી રિયા ચક્રવર્તી, તેના ભાઈ શૌવિક ચક્રવર્તી, સિદ્ધાર્થ પિથાની, નીરજ અને ઘણા આરોપીઓની પૂછપરછ કરવામાં આવી છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.