ક્યોંકિ સાસ ભી કભી બહુ થી અને કસૌટી ઝિંદગી ફેમ વિકાસ સેઠીનું 8 સપ્ટેમ્બરના રોજ હાર્ટ એટેકના કારણે અચાનક નિધન થયું હતું. અભિનેતા માત્ર 48 વર્ષનો હતો. અભિનેતાના આકસ્મિક નિધનથી પરિવાર જ નહિ પરંતુ સમગ્ર ટીવી ઈન્ડસ્ટ્રી શોકમાં છે. જણાવી દઈએ કે આજે એટલે કે 9 સપ્ટેમ્બરે મુંબઈના જોગેશ્વરી વેસ્ટમાં વિકાસ સેઠીના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા, આ દરમિયાન ઘણા ટીવી સ્ટાર્સ અભિનેતાને અંતિમ શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા.
રિપોર્ટ અનુસાર, શરદ કેલકરથી લઈને રિતુ ચૌધરી સુધીના ઘણા જાણીતા સ્ટાર્સ વિકાસ સેઠીને વિદાય આપવા પહોંચ્યા છે. લગભગ 2 દાયકા સુધી ટીવી જગત પર રાજ કરનાર આ સ્ટાર હવે હંમેશ માટે આ દુનિયાને છોડીને ચાલ્યો ગયો. વિકાસ સેઠી ટીવીની દુનિયામાં એક મોટું નામ હતું અને તેણે ઘણી સુપરહિટ સિરિયલો દ્વારા દરેક ઘરમાં પોતાની ઓળખ બનાવી હતી,
પરંતુ ઘણા ઓછા લોકો જાણે છે કે વિકાસ સેઠીએ તેની અભિનય કારકિર્દીના પ્રારંભિક તબક્કામાં એક બ્લોકબસ્ટર ફિલ્મમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. વિકાસ સેઠીએ વર્ષ 2001માં આવેલ સુપરહિટ ફિલ્મ ‘કભી ખુશી કભી ગમ’માં રોબીની ભૂમિકા ભજવી હતી. જો કે, સુપરહિટ ફિલ્મનો હિસ્સો બન્યા બાદ વિકાસ સેઠીએ નાના પડદા પર પોતાની કારકિર્દીની શરૂઆત કરી.
View this post on Instagram