‘ક્યોંકી સાસ ભી કભી બહુ થી’ ના 48 વર્ષના સેલિબ્રિટીનું અચાનક થયું નિધન, હાર્ટ એટેક આવ્યો- જુઓ તસવીરો

ટીવી ઈન્ડસ્ટ્રીમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. નાના પડદાના જાણીતા અભિનેતા અને ‘ક્યોંકી સાસ ભી કભી બહુ થી’ ફેમ વિકાસ સેઠીનું નિધન થયું છે. 48 વર્ષના વિકાસના મૃત્યુનું કારણ હૃદયરોગનો હુમલો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. આ સમાચાર સામે આવ્યા પછી બધા ફેન્સ સ્તબ્ધ થઈ ગયા છે. વિકાસ ટીવી ઇન્ડસ્ટ્રીના ફેમસ અભિનેતા હતા, તેમણે ઘણી મોટી-મોટી સિરિયલ્સમાં કામ કર્યું છે.

વિકાસ સેઠીના મૃત્યુના સમાચાર પર ચાહકો વિશ્વાસ નથી કરી શકતા. ટીવી ઉદ્યોગમાં પણ શોકની લહેર દોડી ગઈ છે. સ્મૃતિ ઈરાની અને એકતા કપૂરના પ્રખ્યાત શો ‘ક્યોંકી સાસ ભી કભી બહુ થી’થી વિકાસ સેઠીને ઘર-ઘરમાં ઓળખ મળી હતી. વર્ષ 2000માં આ શોની શરૂઆત થઈ હતી. 8 વર્ષ સુધી ચાલેલા આ શોમાં વિકાસ સેઠીનો મહત્વપૂર્ણ કિરદાર હતો.

આ ઉપરાંત તેમને ‘કસૌટી જિંદગી કી’ અને ‘કહીં તો હોગા’માં પણ કામ કરતા જોવામાં આવ્યા છે. વિકાસ સેઠી વર્ષ 2000ના સમયગાળામાં ઘર-ઘરમાં પ્રખ્યાત હતા. તેમણે ‘ક્યોંકી સાસ ભી કભી બહુ થી’, ‘કહીં તો હોગા’, ‘કસૌટી જિંદગી કી’ સહિત ઘણી સિરિયલ્સમાં કામ કર્યું હતું. ‘ફર્સ્ટ પોસ્ટ’ના અહેવાલો જણાવી રહ્યા છે કે

8 સપ્ટેમ્બર, રવિવારે તેમનું નિધન થયું. ટેલી ચક્કરના એક અહેવાલ અનુસાર, વિકાસનું મૃત્યુ ઊંઘમાં જ હૃદયરોગના હુમલાથી થયું. હજુ સુધી પરિવાર તરફથી નિવેદન જારી કરવામાં આવ્યું નથી. વિકાસ સેઠી સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય હતા. તેઓ વારંવાર તેમની પત્ની જાન્હવી સેઠી અને જોડિયા બાળકોના ફોટા અને વીડિયો શેર કરતા હતા. તેમણે છેલ્લી પોસ્ટ 12 મે ના રોજ કરી હતી, જેમાં તેઓ તેમની માતા સાથે દેખાઈ રહ્યા છે.


કોઈપણ આ માનવા તૈયાર નથી કે વિકાસ હવે આ દુનિયામાં નથી. એક User એ કોમેન્ટ કરી, ‘પરંતુ તેઓ યુવાન હતા.’ બીજાએ કહ્યું કે આ ખોટા સમાચાર છે. એક અન્યે લખ્યું, ‘ખૂબ જલ્દી ચાલ્યા ગયા. તેમના બે નાના-નાના બાળકો છે… મારા ખ્યાલ પ્રમાણે જોડિયા બાળકો.’ ઘણા લોકો એ પણ પૂછી રહ્યા છે કે આખરે તેમને શું થયું હતું.

YC