કોણ છે આ બિઝનેસમેન વિકાસ માલુ, જેની પર લાગ્યો છે અભિનેતા સતીશ કૌશિકની હત્યાનો આરોપ ? જાણો સમગ્ર મામલો

કોણ છે આ મોટી હસ્તી જેણે 15 કરોડમાં સતીષની હત્યા…..જાણો સમગ્ર મામલો

બોલિવુડના ખ્યાતનામ અભિનેતા સતીશ કૌશિકનું થોડા દિવસ પહેલા જ નિધન થયું હતું. જેને લઈને ફિલ્મ ઇન્ડસ્ટ્રી તેમજ ચાહકોમાં ઊંડો આઘાત વ્યાપી ગયો હતો.સતીશ કૌશિકના મોત બાદ તેમનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું. પોસ્ટમોર્ટમ દરમિયાન સતીશ કૌશિકના શરીર પર કોઈ ઈજાના નિશાન મળ્યા નહોતા. તપાસમાં તેમના મોતનું કારણ કાર્ડિયાક અરેસ્ટ હોવાનું બહાર આવ્યું. જોકે, વિસેરાને તપાસ માટે મોકલી દેવામાં આવ્યા છે. સતીશ કૌશિકના પરિવાર તરફથી કોઈના પર કોઈ આરોપ મૂકવામાં આવ્યો નથી.

છતાં પણ અભિનેતા સતીશ કૌશિકના મોતની તપાસ માટે દિલ્હી પોલીસ રવિવારે મોડી રાત્રે એ ફાર્મ હાઉસ પહોંચી જ્યાં સતીશ હોળી રમવા ગયા હતા. પોલીસે અહીં રજીસ્ટર તપાસ્યું અને ફાર્મ હાઉસના સ્ટાફની પૂછપરછ કરી. આ ફાર્મ હાઉસના માલિક વિકાસ માલુની પત્ની શાનવી માલુએ દાવો કર્યો હતો કે સતીશ કૌશિકનું મોત કુદરતી નહોતું, તેમની હત્યા કરવામાં આવી હતી. શાનવીએ તેના પતિ પર હત્યાનો આરોપ લગાવ્યો છે.

સતીશ કૌશિકના મિત્ર વિકાસ માલુની બીજી પત્નીએ તેના પતિ પર હત્યાનું કાવતરું ઘડવાનો આરોપ લગાવ્યો છે. જો કે, દિલ્હી પોલીસે વિકાસ માલુની પત્નીનો નિવેદન નોંધવા માટે સંપર્ક કર્યો હતો, પરંતુ તેણે તેનું નિવેદન નોંધાવ્યુ નથી. પોલીસે વિકાસ માલુની પત્નીને નોટિસ પાઠવીને પૂછપરછ માટે બોલાવી છે. બીજી તરફ વિકાસ માલુની પત્નીએ તપાસ કરી રહેલા ઈન્સ્પેક્ટર પર સવાલો ઉઠાવ્યા છે અને તેમને હટાવવાની માંગ કરી છે.

દિલ્હી પોલીસ હજુ પણ આ મામલે 174 CrPC હેઠળ મામલાની તપાસ કરી રહી છે. કલમ 174 હેઠળ કાર્યવાહી કરવાનો મુખ્ય હેતુ એ છે કે વ્યક્તિનું મોત શંકાસ્પદ સંજોગોમાં થયું છે કે નહીં. જો એમ હોય તો તેનું કારણ શું હતું ? સતીષ કૌશિકના મોતને સામાન્ય ગણીને પોલીસે તપાસ હાથ ધરી હતી. દરમિયાન, શનિવારે આ મામલામાં નવો વળાંક આવ્યો જ્યારે તેના નજીકના મિત્ર વિકાસ માલુની બીજી પત્નીએ તેના જ પતિ અને તેના સહયોગીઓ પર સતીશની હત્યા કરાવવાનો આરોપ લગાવ્યો. માલુની પત્નીએ દિલ્હી પોલીસ કમિશનર સંજય અરોરાને પત્ર લખીને આ મામલે તપાસની માંગ કરી હતી.

સંજય અરોરાને લખેલા પત્રમાં વિકાસ માલુની પત્નીએ દાવો કર્યો હતો કે 15 કરોડ ઉધાર લેવાને લઈને વિકાસ અને સતીશ વચ્ચે ઝઘડો થયો હતો. શક્ય છે કે વિકાસે સતીશજીને ખોટી દવા ખવડાવી હોય જેથી તેને પૈસા ચૂકવવા ન પડે. ફરિયાદમાં દાવો કરવામાં આવ્યો છે કે 23 ઓગસ્ટ 2022ના રોજ તેના બિઝનેસમેન પતિ વિકાસ માલુએ દુબઈમાં પાર્ટીનું આયોજન કર્યું હતું. આ પાર્ટીમાં અભિનેતા સતીશ કૌશિક પણ હાજર રહ્યા હતા.

તેણે આગળ એમ પણ જણાવ્યું કે વિકાસે જ મને કહ્યું હતું કે દાઉદ ઈબ્રાહિમનો પુત્ર અનસ પણ પાર્ટીમાં હાજર હતો. દાવો કરવામાં આવે છે કે આ પાર્ટી પહેલા સતીશ કૌશિક વિકાસ માલુના ઘરે ગયો હતો અને ત્યાં 15 કરોડ રૂપિયાની ચર્ચા થઈ હતી. જો કે આ પહેલા વિકાસની બીજી પત્નીએ તેના પતિ વિકાસ માલુ સામે બે મહિના પહેલા રેપનો કેસ દાખલ કર્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Vikas Malu (@vmkuber)

Niraj Patel