ફિલ્મી દુનિયા

વિકાસ ગુપ્તાએ શેર કરી પોસ્ટ,કહ્યું-અંકિતા લોખંડે કેવી રીતે સુશાંતને ખુશ રાખતી હતી, ખોલ્યા ઘણા રહસ્યો

અભિનેતા અને બિગ બોસના કંટેસ્ટન્ટ રહી ચૂકેલા વિકાસ ગુપ્તાએ પોતાની અને સુશાંત સિંહ સાથેની બોન્ડિંગને લઈને વાત કહી છે, બંન્ને વચ્ચે સંબંધ સિરિયલ પવિત્ર રિશ્તાના સમયથી જ હતા. વિકાસે એક પોસ્ટ શેર કરીને કહ્યું કે કેવી રીતે અંકિતા અને સુશાંતના વચ્ચે પ્રેમ રહ્યો અને વિકાસ પણ સુશાંત સાથે બોન્ડિંગ શેર કરતા હતા.

Image Source

વિકાસે સુશાંત સાથેની તસ્વીર શેર કરીને કહ્યું કે સુશાંત એકદમ ફ્રી છોકરો હતો. અંકિતા સુશાંતના જીવનને ખુબ જ સહેલુ અને સરળ બનાવતી હતી. જીવનમાં બાબતોને નજરઅંદાજ કેવી રીતે કરવું એ બધું સુશાંતે અંકિતા પાસેથી જ શીખ્યું હતું. સુશાંત એકદમ ફ્રી અને ખુશ રહેતા હતા. તેને કોઈ પણ વસ્તુની પરવાહ ન હતી.

Image Source

ટીવીનો નંબર 1 શો છોડ્યા પછી પણ તેને કોઈ જ ટેંશન ન હતું. તે લાંબા સમય સુધી કામ કર્યા વગર રહેવાનું પણ જાણતો હતો. મને યાદ છે કે સુશાંતે ફિલ્મ ઓરંગઝેબ માટે ના કહી દીધી હતી કેમ કે તેને લીડ કલાકારનો રોલ મળ્યો ન હતો અને તે પણ યશરાજ ફિલ્મમાં. અને પૂછવા પર સુશાંતે કહ્યું કે મેં અંકિતાને લીધે ના કહી કેમ કે અંકિતાએ જ મને શીખવ્યું છે કે કેવી રીતે ખુશ રહેવું અને કહ્યું હતું કે તું તે જ કર જેનાથી તને ખુશી મળે.

Image Source

વિકાસે આગળ કહ્યું કે કેવી રીતે બંન્ને મળીને ફિલ્મની સફળતા પછી જશ્ન મનાવતા હતા અને હવે તે માત્ર એક યાદગીરી જ રહી ગઈ. વિકાસે એવું પણ કહ્યું કે કેવી રીતે સુશાંતના હાસ્ય અને આનંદની પાછળ અંકિતાનો હાથ હતો. સુશાંત જ્યારે પણ ટેંશનમાં હોય તો અંકિતાને જોઈને તેનું ટેશન પણ ગાયબ થઇ જતું હતું. અંકિતા પણ તેને ત્યાં સુધી ન છોડતી જ્યાં સુધી તેના ચેહરા પર હાસ્ય ન આવી જાય.

Image Source

સુશાંત સિંહની આત્મહત્યા પછી વિકાસે ઘણા કલાકરોને ફોન કરીને કહ્યું કે તેને સુશાંતની આવી ખોટી વાત કહીને સારું નથી કર્યું, પણ તેને શું ખબર કે હકીકતે જ સુશાંત જીવન છોડીને ચાલ્યા ગયા હતા.

Author: GujjuRocks Team

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.