ખબર

બ્રેકીંગ ન્યુઝ: ખૂંખાર ડોન વિકાસ દુબે ઠાર મરાયો, જાણો કઈ રીતે?

કાનપુરના બિકરુ ગામમાં સીઓ સહિત આઠ પોલીસકર્મીઓની હત્યાને અંજામ આપનાર ગેંગસ્ટર વિકાસ દુબે શુક્રવારે સવારે એન્કાઉન્ટરમાં ઠાર મરાયો હતો.

Image source

ગેંગસ્ટર વિકાસ દુબેને લઈને કાનપુર આવી રહેલી એસટીએફના કાફલાની એક કાર કાનપુર હાઈવે પર પલટી ગઈ હતી. કુખ્યાત વિકાસ દુબેની કાર પલટી જતા ઘાયલ થયેલા પોલીસકર્મીની પિસ્તોલ છીનવીને ભાગવાની કોશિશ કરી હતી.

આ દરમિયાન પોલીસ અને વિકાસ દુબે વચ્ચે એન્કાઉન્ટર ચાલુ વિકાસે પોલીસ પર ફાયરિંગ કરતા સ્વબચાવમાં પોલીસે પણ જવાબી કાર્યવાહી કરી હતી. એસટીએફએ વિકાસને હથિયાર બાજૂ પર મૂકીને સરન્ડર કરવાનું કહ્યું.

છતાં વિકાસ ન માન્યો અને પોલીસે મજબૂરીમાં એન્કાઉન્ટર કરવું પડ્યું. જેમાં ઘાયલ થયેલા વિકાસ દુબેને જે હોસ્પિટલમાં લઈ જવાતા હોસ્પિટલમાં ડોક્ટરોએ વાતની પૃષ્ટિ કરી હતી કે, વિકાસ મૃત્યુ થયું છે.

જણાવી દઈએ કે, કાનપુર અથડામણ કેસનો માસ્ટરમાઈન્ડ વિકાસ દુબેની ધરપકડ ગુરુવારે મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં કરવામાં આવી હતી. કાનપુર આઈજી મોહિત અગ્રવાલે પણ નિવેદન આપતા કહ્યું કે અકસ્માતમાં 4 પોલીસકર્મી ઘાયલ થયા છે. જ્યારે વિકાસ દુબે એન્કાઉન્ટરમાં માર્યો ગયો છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.