મનોરંજન

‘सरदार का नमक खाने के लिए’ જાણો વિજુને આ ફિલ્મમાં કેટલી ફી મળી હતી? ચકિત થઇ જશો

બોલીવુડના દિગ્ગ્જ અભિનેતા વિજુ ખોટેનું આજે એટલે કે સોમવારના રોજ નિધન થઇ ગયું છે. લાંબા સમયથી બીમાર 77 વર્ષના વીજુના અંગોએ કામ કરવાનું બંધ કરી દીધું હતું. અભિનેતાના નિધનથી બોલીવુડમાં દુઃખના વાદળો છવાઈ ગયા છે.

Image Source

વિજુ ખોટે ફિલ્મ ‘શોલે’ માં નિભાવેલા કિરદાર કાલીયાને લીધે ખુબ જ લોકપ્રિય બન્યા હતા. ફિલ્મ શોલેમાં ગબ્બરના એક ડાયલોગ કિતને આદમી થે? માં કાલિયા જવાબ આપે છે કે સરદાર દો આદમી થે, ખૂબ જ પ્રસિદ્ધ થયો હતો. ફિલ્મીજગતની સાથે જ તેમના ચાહકો પણ દુઃખી છે. વિજુ ખોટેએ 300થી વધારે હિન્દી અને મરાઠી ફિલ્મોમાં અભિનય કર્યો હતો.

Image Source

એવામાં આજે અમે તમને તેના જીવન સાથે જોડાયેલી અમુક ખાસ વાતો જણાવીશું. વિજુ ખોટેએ ફિલ્મ ‘યા માલક’ દ્વારા ડેબ્યુ કર્યું હતું જે વર્ષ 1964 માં રિલીઝ થઇ હતી. ફિલ્મને તેના પિતા નંદુ ખોટેએ પ્રોડ્યુસ કરી હતી જે એક સાઇલેન્સ કોમેડી માટે લોકપ્રિય હતા.

Image Source

ફિલ્મોમાં આવતા પહેલા વિજુ પોતાનું પ્રિન્ટિંગ પ્રેસ ચલાવતા હતા. ફિલ્મ શોલેમાં કાલીયાના કિરદારમાં તેનો ડાઈલોગ ‘સરદાર મૈંને આપકા નામક ખાયા હૈં’ ખુબ લોકપ્રિય થયો હતો. કાલીયાના રોલ માટે વીજુને 2500 રૂપિયા ફી મળી હતી.

Image Source

આ સિવાય ફિલ્મ ‘અંદાજ અપના અપના’માં રોબર્ટના કિરદારમાં તેનો ડાઇલોગ ‘ગલતી સે મિસ્ટેક હો ગયા’ પણ લોકો દ્વારા ખુબ પસંદ કરવામાં આવ્યો હતો. વિજુ કોમેડી રોલમાં વધારે સારું પ્રદશન કરતા હતા જેને લીધે તેણે વિલેનને બદલે કોમેડી રોલ કરવાનું વધારે ઉચિત સમજ્યું.

Image Source

વીજુની બહેન શુભા ખોટે પણ એક ફેમસ ટીવી અને ફિલ્મ અભિનેત્રી છે. તે વર્ષ 2017 માં અક્ષય કુમારની ફિલ્મ ટોઇલેટ:એક પ્રેમ કથા માં અક્ષય કુમારની દાદીના રોલમાં જોવા મળી હતી. વીજુના કાકા-કાકી દુર્ગા ખોટે અને નયમપલ્લી પણ ફેમસ કલાકારો છે.

Image Source

વિજુ ખોટે ગોલમાલ-3, અજબ પ્રેમ કી ગજબ કહાની, હલ્લાં બોલ, ગરમ મસાલા, હદ કર દી આપને, ચાઈના ગેટ જેવી ફિલ્મોમાં કામ કરી ચુક્યા છે.

Author: GujjuRocks Team

તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.