મનોરંજન

વિડીયો બનાવીને આ પ્રખ્યાત અભિનેત્રીએ કર્યો આત્મહત્યાનો પ્રયાસ, આ નેતાઓ ઉપર લગાવ્યા ગંભીર આરોપ

હાલ દેશમાં આત્મહત્યાના કિસ્સાઓ રોજ વધી રહ્યા છે. ત્યારે હાલમાં જ સાઉથની પ્રખ્યાત અભિનેત્રી વિજયાલક્ષ્મીએ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો છે. વિજયાલક્ષ્મી છેલ્લા ઘણા દિવસથી માનસિક તાણમાં હતી. હાલમાં તેને એક પ્રાઇવેટ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવી છે. જ્યાં તેની હાલત ખતરાની બહાર જણાવવામાં આવી રહી છે. વિજ્યાલક્ષ્મીએ સોશિયલ મીડિયા ઉપર ઘણા વિડીયો પોસ્ટ કાર્ય હતા જેમાં તેને કહ્યું હતું કે તેને ઘણી જ હેરાન કરવામાં આવી રહી છે. જેના કારણે તે બહુ જ તણાવમાં પણ છે.

Image Source

અભિનેત્રીએ પોતાના રવિવારે પોસ્ટ કરેલા વીડિયોમાંની અંદર જણાવ્યું હતું કે ‘આ મારો છેલ્લો વિડીયો છે અને હું સીમાન અને તેની પાર્ટીના કાર્યકર્તાઓના કારણે છેલ્લા ચાર મહિનાથી તણાવમાં છું. મેં મારી માતા અને બહેનના કારણે આ બધા જ દિવસમો જીવતા રહેવા પુરા પ્રયત્ન કર્યા, પરંતુ હાલમાં  જ હરિ નાદરે મીડિયામાં મને અપમાનિત કરી છે.”

આગળ જણાવતા તેને કહ્યું કે: “મેં બીપીની કેટલીક ગોળીઓ પહેલાથી જ ખાઈ લીધી છે. જેના કારણે થોડા જ સમયમાં લો બ્લડ પ્રેશરથી પીડિત બની જઈશ અને થોડા જ કલાકમાં હું મરી જઈશ. હું એ પ્રસંશકોને જણાવવા માંગુ છું કે જે ફક્ત એટલા માટે જોઈ રહ્યા છે કે હું કર્ણાટકમાં પેદા થઇ છું. સીમાને મને બહુ જ પ્રતાડિત કરી છે. એક મહિલાના રૂપમાં મેં આને મારી ક્ષમતાઓના રૂપમાં સહન કર્યું છે. હું હવે આ દબાણને સાચવવામાં સક્ષમ નથી.”

આ પહેલા પણ અભિનેત્રીએ ઘણા વિડીયો શેર કર્યા હતા. પોતાના છેલ્લા વીડિયોમાં તે ન્યાય માંગતી જોવા મળી. સીમાન એક તમિલ નેશનલિસ્ટ પાર્ટીનો નેતા છે. અને હરિ નાદર પણ રાજનીતિ સાથે સંબંધ ધરાવે છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.