ફિલ્મી દુનિયા

ટોલીવુડની આ એક્ટ્રેસનું 73 વર્ષે નિધન, સૌથી વધુ ફિલ્મ બનાવવાનો હતો રેકોર્ડ આ મહિલાના નામે

દક્ષિણ ભારતની મશહૂર એક્ટ્રેસ અને ડાયરેક્ટર વિજ્યા નિર્મલાએ ગુરુવારે73 વર્ષની ઉંમરે હૈદરાબાદમાં નિધન થયું હતું. ગુરુવારે હૈદરાબાદની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેની સૌથી મોટી સિદ્ધિ એ હતી કે તેને ગિનિસ બુક ઓફ વર્લ્ડમાં તેનું નામ હતું. વિજયાએ 2002માં સૌથી વધુ ફિલ્મ બનાવવા વળી મહિલા નિર્દેશક બની હતી.

Image Source

વિજ્યાએ 200થી વધુ તેલગુ, તામિલ અને મલયાલમ ફિલ્મમાં કામ કર્યું હતું. અને 40થી વધુ ફિલ્મ બનાવી હતી. વિજ્યાને 2008માં તેલુગુ સિનેમાનો પુરસ્કાર રઘુપીઠ વૈકૈયા એવોર્ડથી સન્માનવામાં આવી હતી. વિજ્યા દક્ષિણ ભારતની એક એવી બે પૈકી એક મહિલા નિર્દેશક છે. જેને સાઉથના સુપર સ્ટાર શિવાજી ગણેશનને નિર્દેશિત કર્યા હતા. વિજ્યાએ 7વર્ષની ઉંમરમાં ચાઈલ્ડ એક્ટ્રેસ તરીકે ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કર્યું હતું.

Image Source

વિજ્યાએ હિન્દી ફિલ્મોમાં ક્યારે પણ કામ નથી કર્યું. પરંતુ તમિલ,તેલુગુ,અને મલયામી સિનેમા, ટીવી અને થિએટરમાં કામ કર્યું છે. વિજ્યાને એકતા કપૂરની બાલાજી ફિલ્મ સાથે પણ અનોખો સંબંધ હતો. વિજ્યાએ ‘પેલ્લી કનુકા’ સનામની ધારાવહિકથી ફિલ્મમાં ડેબ્યુ કર્યું હતું. ત્યારબાદ તેણીએ ખુદનું પ્રોડક્શન હાઉસ પણ ખોલ્યું હતું. અને લગભગ 15 જેટલી ફિલ્મમાં કામ કર્યું હતું.

Image Source

વિજયા નિર્મલાએ તેના બીજા પતિ અને અભિનેતા કૃષ્ણા સાથે 47 ફિલ્મો કરી હતી. તેણીએ તેની કરિયરમાં 200થી વધુ ફિલ્મો કરી હતી.અભિનેતા કૃષ્ણા દક્ષિણ ભારતના સુપર સ્ટાર મહેશ બાબુના પિતા છે. વિજ્યા મહેશ અને નરેશ બાબુની સૌતેલી મા રહી હતી.

Image Source

એકટર મંચુ મનોઝને ટ્વીટર પર વિજયાને શ્રદ્ધાંજલિ આપી હતી.”તું આવી ઇતિહાસ બનાવી ચાલી ગઈ”.


એમ વૈકૈયા નાયડુએ પણ ટ્વીટર પર શ્રદ્ધાંજલિ અર્પી હતી.


Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks