ખબર

વધુ એક ખરાબ સમાચાર: વલ્લભ કોવિડ હોસ્પિટલના ICUમાં લાગી ભીષણ આગ, 13 કોરોના દર્દીઓની મોત

મહારાષ્ટ્ર સ્થિત મુંબઈની નજીક આવેલા વિરાર વિસ્તારની હોસ્પિટલમાં આગ લાગતા 13ના મોત થયા છે. વિજય વલ્લભ કોવિડ હોસ્પિટલમાં આગની ઘટના બની છે. મળતી માહિતી અનુસાર 13 કોરોના દર્દીના મોત થયા છે. વિરાર વેસ્ટ સ્થિત વિજય વલ્લભ હોસ્પિટલમાં 15 દર્દી આઈસીયુમાં દાખલ હતા. તમામ લોકોના આગના કારણે મોત થયા છે. આશંકા છે કે એસીમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી છે.

Image source

હૉસ્પિટલના સીઈઓ દિલીપ શાહે કહ્યુ કે, આગની ઘટનામાં 13 લોકોનાં મોત થયા છે. તેમણે કહ્યુ કે, હૉસ્પિટલમાં આશરે 90 દર્દી દાખલ છે. તેમના કહેવા પ્રમાણે જે જે દર્દીઓને ઑક્સીજનની જરૂર છે તેમને અન્ય હૉસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યા છે. શાહે જણાવ્યુ કે, ICUમાંથી કંઈક આગ જેવું પડ્યું હતું અને એક-બે મિનિટમાં આગ ફેલાઈ ગઈ હતી. હૉસ્પિટલમાં ફાયર સેફ્ટી હોવાનો શાહે દાવો કર્યો છે. તેમના કહેવા પ્રમાણે રાત્રે ડૉક્ટર પણ ફરજ પર હાજર હતા. જ્યારે પૂછવામાં આવ્યું કે કેટલો સ્ટાફ રાત્રે હાજર હતો ત્યારે શાહ યોગ્ય પ્રત્યુતર આપી શક્યા ન હતા.

Image source

આ ઘટના સવારે 3: 15 કલાકે બની હતી. પાંચ દર્દીઓને શિફ્ટ કરવામાં આવ્યા છે. મૃત્યુ પામેલા તમામ 13 દર્દીઓ કોરોના દર્દીઓ હતા. પ્રાપ્ત માહિતી અનુસાર વિજય વલ્લભ હોસ્પિટલના દર્દીઓ નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી રહ્યા છે. ઘટનાની જાણ થતાં જ ફાયર ફાઇટરો આગને કાબૂમાં લેવા સ્થળ પર પહોંચી ગયા છે. કોવિડ દર્દીઓની સારવાર વિજય વલ્લભ હોસ્પિટલમાં કરવામાં આવી રહી છે.

વિરારની કોવિડ -19 હોસ્પિટલમાં લાગેલી આગની ઘટના બાબતે વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને દુ:ખ વ્યક્ત કર્યું છે. મોદીએ ટ્વીટ કરી કહ્યું હતું કે જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે તેના પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું સાથે જ ઘાયલો જલ્દીથી સ્વસ્થ થાય તે જણાવ્યુ હતું.