જાણિતા લોકગાયક વિજય સુવાળા હાલ ચર્ચામાં છે, તે અને તેના ભાઈ યુવરાજ સુવાળા સહિત 13 લોકો સામે અમદાવાદના ઓઢવ પોલીસ સ્ટેશનમાં નામજોગ ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ દિનેશ દેસાઈ નામના વ્યક્તિએ નોંધાવી છે અને જમીન દલાલે જાનથી મારી નાખવાના પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુનો નોંધાવ્યો છે. દિનેશ દેસાઈનો આરોપ છે કે તેની ઓફિસ પર વિજય સુવાળા અને તેના ભાઈ યુવરાજ સુવાળા, રાજુ રબારી, વિક્કી અને સુરેશ દેસાઈ સહિત 50 જેટલા લોકોના ટોળાએ ઉત્પાદ મચાવ્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાના પણ તેણે આક્ષેપ કર્યા છે.
આ મામલાના CCTV ફુટેજ પણ સામે આવ્યા છે જેમાં કારમાંથી ઉતરતા કેટલાક લોકો જોવા મળી રહ્યા છે. વિજય સુવાળા અને દિનેશ દેસાઈ બંને ભાજપ સાથે જોડાયેલા છે. ત્યારે એફઆઇઆર નોંધાયા બાદ બંનેની પ્રતિક્રિયા સામે આવી છે. ફરિયાદીએ એટલે કે દિનેશ દેસાઈએ કહ્યુ કે 18 ઓગસ્ટે રાત્રે 11.30 આસપાસ 30 જેટલી કાર, રિક્ષા અને 10 જેટલી બાઈક સાથે 40 લોકોનું ટોળુ લાકડી, ધારિયા અને તલવાર જેવા હથિયારો સાથે દારૂના નશામાં મારી ઓફિસ આવ્યા અને પર તોડફોડ કરવાનો પ્રયાસ કર્યો.
આ ઉપરાંત જાનથી મારી નાખવાનો પણ પ્રયાસ કર્યો. જો કે, વિજય સુવાળાએ આ આરોપોને ફગાવી દીધા છે. વિજય સુવાળાએ કહ્યુ, તાજેતરમાં જ ઓઢવ પોલીસ સ્ટેશનમાં મારા વિરૂદ્ધ ખોટી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ગુજરાતની જનતાને હું કહેવા માંગું છું કે દિનેશ દેસાઈ નામનો વ્યક્તિ સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે ત્રણ-ચાર વર્ષથી મારી પાછળ પડ્યો છે અને મને હેરાન કરે છે.
તે મારી પાસે ખંડણી માગતો હતો અને ઉઘરાણી કરતો હતો. મને કહેતો કે મારી સત્તા ખુબ છે અને મારી પહોંચ બહુ ઊંચી છે. હું ગમે તે કરીશ, ગમે તંને ફસાવી દઈશ. ગમે તે રીતે મારીશ. આવી ધમકી આપી છે.આ બધુ કરવા પાછળનું એક કારણ છે કે તે સમાજની દીકરીઓને અવારનવાર હેરાન કરતો. જેની ફરિયાદો પાંચ-છ અમારી પાસે આવી, જે વિશે સામાજિક કાર્યકરો અમે મોકલ્યા.
View this post on Instagram
વિજય રબારી એટલે કે વિજય સુવાળાએ વધુમાં કહ્યુ- તેણે કાર્યકરોને સીધી ધમકી આપી કે આ પ્રકારે મારા ઘરે આવશો નહીં અને આ બાબતે મને પ્રશ્નો પૂછવા નહીં. સત્તાનો દુરૂપયોગ કરીને મારા વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરાવી છે. આ મેટરમાં હું હતો જ નહીં અને હું ત્યાં પણ હાજર નહોતો. માત્ર ખોટી ફરિયાદ નોંધાવી છે. તે સતત મને રાત-દિવસ ધમકીઓ આપતો અને છેલ્લે મેં કંટાળીને મારા સામાજિક કાર્યકરોને મોકલ્યા કે ભાઈ તું શું કામ છોકરાને હેરાન કરે છે.
ગુજરાતના જાણિતા લોકગાયક #VijaySuvada અને તેમના ભાઈ યુવરાજ સુવાળા સહિત 13 લોકો સામે અમદાવાદના ઓઢવ પોલીસ સ્ટેશનમાં નામજોગ ફરિયાદ નોંધાઈ છે. #DineshDesai નામના જમીન દલાલે જાનથી મારી નાખવાના પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુનો નોંધાવ્યો છે. દિનેશ દેસાઈનો આરોપ છે કે મારી ઓફિસ પર વિજય સુવાળા… pic.twitter.com/iRESSGfgFx
— Gujarat Tak (@GujaratTak) August 22, 2024