અમદાવાદના ઓઢવમાં જાણીતા લોકગાયક વિજય સુવાડા સહિત 30થી વધુ લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે, જેમાં ઝઘડાની અદાવતમાં ઓઢવ વિસ્તારને બાનમાં લેવાનો આક્ષેપ છે. ત્યારે લોકગાયક વિજય સુવાડાએ ખોટી ફરિયાદ હોવાનો બચાવ કર્યો છે જેમાં દીકરીઓની મશ્કરી કરતા ઠપકો મળતા ખોટી ફરિયાદનો આરોપ લગાવામાં આવ્યો છે.આ ઘટનાના CCTV ફુટેજ પણ સામે આવ્યા છે, જે બાદ ઓઢવ પોલીસે તપાસ શરૂ કરી છે. 18 ઓગસ્ટે રાત્રે વિજય સુવાળાએ દિનેશ દેસાઈને ફોન કરીને ગાળો આપી અને જાનથી મારી નાખવાની ધમકી આપી.
દિનેશ સાથે ફોનમાં વાત કર્યાના થોડા જ સમય બાદ વિજય સુવાળા પોતાની સાથે 15થી20 ફોર વ્હીલર અને દસેક બાઇક્સ સાથે ફરિયાદીના પિતાની ઓફિસે પહોંચ્યો અને ઓફિસે પહોંચતા 50 જેટલા માણસો કે જે વિજય સુવાળા સાથે આવ્યા હતા તેમના હાથમાં લોખંડની પાઇપો હતી. ઓઢવની આ જગ્યા પર પહોંચીને વિજય સુવાળા અને તેના માણસો દ્વારા દિનેશ ક્યાં છે અને તેને જાનથી મારી નાખશું તેવી બૂમો પાડવામાં આવી. સાત વર્ષ પહેલાં દિનેશનો સંપર્ક જાણીતા લોકગાયક વિજય સુવાળા સાથે થયો હતો.
જો કે, વર્ષ 2020માં વિજય સુવાળા અને દિનેશ દેસાઇ વચ્ચે કોઇ કારણોસર મનદુઃખ થયું અને તેને કારણે સંબંધ તૂટી ગયો. 1 જુલાઇના જ્યારે દિનેશ તેના ઘરે હતો, ત્યારે વિજય સુવાળાનો ફોન આવ્યો હતો અને ગંદી ગાળો બોલીને જાનથી મારી નાખવાની ધમકી આપી. જો કે, ત્યારે તો દિનેશે કોઇ ફરિયાદ નહોતી નોંધાવી અને આ કોલને ગંભીરતાથી નહોતો લીધો. આ પછી 18 ઓગષ્ટે ફરીથી ફોન કરીને હું વિજય સુવાળા બોલું છું એવું કહીને ગાળો બોલી અને જાનથી મારી નાખવાની ધમકી આપી.
આ પછી ફરિયાદી દિનેશના પાર્ટનર પર કોલ આવતા તેણે જણાવ્યું કે કોઈ જય દેસાઈ કરીને કોલ આવ્યો અને એવું કેહવામાં આવ્યું કે ફરિયાદીના ઘરે 15 થી 20 ફોર વ્હીલર્સ અને 10 બાઈકો લઈને વિજય સુવાળા તેને મારવા આવી રહ્યો છે. આ પછી ફરિયાદી ઘરની બહાર નીકળી પિતાની ઓફિસે રાત્રે 12:00 વાગ્યા પહોંચ્યો અને જય દેસાઈ સાથે વાત કરતા એવું જાણવા મળ્યું હતું કે 15 થી 20 કાર અને 10 બાઇક આવી હતી તેમના હાથમાં લોખંડની પાઇપો હતી. તેઓ દિનેશ ક્યાં છે તેને મારી નાખવાનો છે તેવી ધમકીઓ આપતા હતા.
ત્યારે બીજા દિવસે એટલે કે 19 ઓગસ્ટે રક્ષાબંધને સવારે પિતાની ઓફિસના સીસીટીવી ચેક કરતા આ ઘટના કેમેરામાં કેદ થઈ હતી. જણાવી દઇએકે, ફરિયાદી દિનેશ અને વિજય સુવાળા બંને ભાજપના કાર્યકર્તાઓ છે. હાલમાં તો સમગ્ર મામલો ઓઢવ પોલીસના તપાસ હેઠળ ચાલી રહ્યો છે. ઓઢવ પોલીસે આ વિવાદ મામલે ગુનો નોંધીને વિજય અને દિનેશ વચ્ચે ક્યા કારણોસર તકરાર થઇ હતી તેમજ તકરાર અને મનદુઃખના ચાર વર્ષ બાદ વિજય સુવાડા અને તેના મિત્રો કેમ ગાડીઓ અને હથિયારો લઈને પહોંચ્યા એ દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.
View this post on Instagram
SOURCE: VTV NEWS