આ છે સુરતનો ‘વિજય માલ્યા’, 100 કરોડની લોનનું ફુલેકું ફેરવીને પત્ની કવિતા શાહ સાથે અમેરિકા ભાગી ગયો
હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં
Vijay Shah cheated BOB of 100 crores : દેશભરમાં ઘણા બધા એવા લોકો છે જે બંકો અને ફાયનાન્સ કંપનીઓને કરોડોનો ચૂનો ચોપડીને વિદેશ ભાગી ગયા છે. આખો દેશ વિજય માલ્યાને તો ઓળખે છે, ત્યારે હાલ સુરતમાંથી પણ એક એવો જ વિજય માલ્યાનો કિસ્સો સામે આવ્યો છે, જેને પણ બેંક ઓફ બરોડાને 100 કરોડનો ચૂનો લગાવ્યો છે, સાથે કેટલાક ઉદ્યોગપતિઓના નાણાં પણ પચાવી પડ્યા અને પોતાની પત્ની સાથે અમેરિકા પણ ભાગી ગયો. હાલ આ મામલાને લઈને ખુબ જ ચકચારી મચી ગઈ છે.
BOBને લગાવ્યો 100 કરોડનો ચૂનો :
આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર ડાયમંડ સીટી સુરતના હાઈટેક સ્વીટ વૉટર કંપનીના ડિરેક્ટર વિજય શાહ, તેની પત્ની કવિતા શાહ અને સતીશ અગ્રવાલ નામના વ્યક્તિ દ્વારા બેંક ઓફ બરોડા પાસેથી 100 કરોડની લોન લીધી હતી. આ ઉપરાંત અન્ય બિઝનેસમેનો પાસે પણ મોટી એવી રકમ લીધી હતી. જેના બાદ વિજય શાહ અને તેની પત્ની કવિતા શાહ ભારત છોડીને અમેરિકા ભાગી ગયા. ખાસ વાત તો એ છે કે તેમના અમેરિકા ભાગી જતા પહેલા કંપનીના એક કર્મચારીને ડિરેક્ટર બનાવીને સતીશ અગ્રવાલને ડિરેક્ટર પદ પરથી હટાવી દેવામાં આવ્યા, કારણ કે તેનાથી તેમના પર કોઈ કાર્યવાહી ના થાય.
નોંધાઈ ચુકી છે ઘણી FIR :
પહેલા મેમણ કો.ઓ. બેંકમાંથી વિજય શાહે લોન લીધી હતી અને ચૂકવી ના શકતા નાદારી નોંધાવી હતી. જેના બાદ તેની ધરપકડ પણ કરવામાં આવી હતી. મેમણ કો. બેંક બાદમાં બેંક ઓફ બરોડામાં મર્જ થઇ ગઈ અને પછી બેંક ઓફ બરોડાએ વિજય શાહને ટુકડે ટુકડે 100 કરોડ રૂપિયાની લોન આપી હતી. આ ઉપરાંત પણ તેમની પર અન્ય FIR પણ થયેલ છે. જેની અંદર રાજસ્થાનના અજમેર અને જયપુર શહેરમાં GIDC અંકલેશ્વર ખાતે જમીન છેતરપિંડીના કેસમાં વિજય શાહ અને નરેન્દ્ર ગર્ગ વિરુધ FIR દાખલ થઈ છે.
અમેરિકા થઇ ગયા ફરાર :
આ ઉપરાંત ઓક્ટોબર 2017 માં સુરતમાં એક જ ફ્લેટ બે વ્યક્તિઓને વેચવાના કેસમાં ઉમરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો છે. જેમાં પણ વિજય શાહની ધરપકડ કરવામાં આવી હતી અને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવ્યો હતો. સુરતની સોલાર કંપની કશ્યપ ઇન્ફ્રા પ્રા. લિ.ના હિરેન ભાવસારે એક પ્રેસ કોન્ફરન્સમાં વિજય શાહ તેમની પત્ની કવિતા શાહ અને સતીશ અગ્રવાલનો પર્દાફાશ કર્યો હતો. તેમની પાસે વિજય શાહના ફ્રોડના ઘણા બધા પુરાવા છે. હિરેન ભાવસાર પાસેથી પણ વિજય શાહે છેતરપીંડી કરી છે.