ખબર

CM રૂપાણીની મોટી જાહેરાત, કન્ટેઈમેન્ટ ઝોન છૂટછાટ અને કર્ફ્યુનો લઈને આપી આ માહિતી- જાણો વિગત

વડાપ્રધાન મોદીએ કહેલી વાત અનુસાર નવા રંગ નવા રૂપ સાથે લોકડાઉન 4 ગુજરાતમાં અમલ થવા જઈ રહ્યું છે. ત્યારે પ્રજાજોગ સંબોધનમાં નવી ગાઈડલાઈન અંગે CM વિજય રૂપાણીએ જણાવ્યું કે, ભારત સરકારે રાજ્ય સરકાર પર છૂટછાટ નિર્ણય કરે તેવુ સૂચવ્યું છે

કાલે રાજ્યના તમામ જિલ્લા કલેક્ટર અને DDO સાથે મિટિંગ કરીને નોટિફિકેશનનો અમલ મંગળવારથી થશે. 33 જિલ્લામાં મંગળવારથી લેવાશે નિર્ણય

અમદાવાદ મ્યુ. કમિશનર વિજય નહેરા ની બદલી.. ગાંધીનગર ગ્રામ્ય વિકાસ કમિશનર બનાવ્યા…

ચેમ્બર ઓફ કોમર્સની લાગણી મુજબ દુકાનો અને ઓફિસો ચાલુ કરવાની મંજૂરી આપવામાં આવશે એ બધા નિયમો કાલે નક્કી કરશે…ઓડ ઇવન અંગે પણ વિચારણા ચાલી રહી છે.

સોમવારે સાંજે બહાર પડશે નવા નિયમો ..રાજ્યમાં સાંજે સાતથી સવાર સાત વાગ્યા સુધી કર્ફ્યુનો અમલ રહેશે.. રીક્ષા ચાલકો અને સ્કૂટર ચાલકોને પણ નિયમના મર્યાદામાં છૂટછાટ… દુકાનો ખુલવા અંગે પણ થઈ રહી છે વિચારણા

થુંકવું માટે આખા ગુજરાતમાં બેન છે અને ૨૦૦ RS એક સરખો દંડ માસ્ક ન પહેનાર ને ૨૦૦ RS દંડ એક સરખો આખા ગુજરાતમાં

CM સરે કહ્યું કે મંગળવાર સવારથી ગાઈડલાઈનનો અમલ કરવામાં આવશે. કન્ટેઈન્ટમેન્ટ ઝોનની બહાર છૂટછાટ આપીશું. હવે કન્ટેઈન્મેન્ટ ઝોનની બહાર તમામ ઈન્ડસ્ટ્રીને ચાલુ કરવાની છૂટ આપવામાં આવશે. તથા કન્ટેઈન્મેન્ટ ઝોનની બહાર સોશિયલ ડિસ્ટન્સના અમલ સાથે એસટી અને સિટી બસ સર્વિસ પ્રમાણે ચાલુ કરવામાં આવશે. અને તેના નિયમો કાલે આવશે.

Image Source

રાત્રે કરફ્યુનો અમલ કરવામાં આવશે. સાંજે 7થી સવારના 7 સુધી બધાએ ઘરમાં રહેવાનું છે. અને તેનો અમલ એકદમ કડક રીતે થશે. ટુ વહીલર અને રિક્ષાચાલકોને પણ છૂટ આપવામાં આવશે. પણ આવતીકાલે એના નિયમો બહાર પડશે. કેટલા પેસેન્જર અને ક્યાં સમયે સાથે ચલાવવાનું રહેશે તેની જાહેરાત કરવામાં આવશે. દુકાનો અને ઓફિસો કન્ટેઈન્મેન્ટ વિસ્તારની બહાર ચાલુ કરવા માટેનાં નિયમો બહાર પાડવામાં આવશે. છૂટછાટ મળશે પણ તેના નિયમો જાહેર કરવામાં આવશે. HOME DELIVERY નાં નિયમો પણ આવતીકાલે જાહેર કરવામાં આવશે

CM સરે વધુ માં માહિતી આપી કે, જે કન્ટેન્મેન્ટ ઝોન બહાર છૂટછાટ અપાશે. ઈન્ડસ્ટ્રીઝ ચાલુ કરવાની છૂટ અપાશે, સાથે જ ટ્રાન્સપોર્ટેશનમાં છૂટ આપવામાં આવશે. સ્ટેટ ગવર્મેન્ટ કન્ટેન્મેન્ટ ઝોન બહાર સોશિયલ ડિસ્ટન્સનસના અમલ સાથે સિટી બસ સર્વિસ અને એસટી બસ સર્વિસ પણ ચાલુ કરાશે. કયા વિસ્તારમાં ચાલુ કરાશે તે આવતીકાલે નક્કી કરાશે.

વિજય રૂપાણીએ વધુમાં કહ્યું કે કોરોનાથી ડરવાની જરૂર નથી, આવનારા દિવસોમાં આપણે સાથે મળીને આગળ વધીશું…આ જંગમાં આપણે અવશ્ય જીતીશું