ખબર

ગુજરાતમા લોકડાઉનને લઈને CM રૂપાણીએ કરી ઘોસણા, જલ્દી વાંચી લો

ગુજરાતમાં છેલ્લા ૨ અઠવાડિયાથી કોરોનાએ ભયંકર રૂપ ધારણ કર્યું છે. આ મુદ્દે વિજય રૂપાણીએ લોકોએ અપીલ કરી હતી કે કોઈએ ગભરાવાની જરૂર નથી. હવે નવું કઈ પણ લોકડાઉન જેવું નહિ થાય. લોકો જાગૃત રહે અને દરેક રુલ્સનું પાલન કરે. તેમને જનતાના સહકારની અપીલ કરી હતી. જો કોઈ અફવા ઉડે તો તેવી અફવામાં ભરમાવું નહિ.

બાકી વાત કરીએ તો ગુજરાત અને MP ના અમુક શહેરોમાં નાઈટ કફર્યૂ બાદ હવે રાજસ્થાનના 8 શહેરોમાં નાઈટ કફર્યૂ લગાડવામાં આવ્યો છે. આ સિટીના રાજસ્થાનના પાટનગર જયપુરથી લઈને અજેમર, ભીલવાડા, સાગવાડા , જોધપુર, કોટા, ઉદયપુર અને કુશલગઢ સામેલ છે. આ નાઈટ કફર્યૂ આવતી કાલથી એટલે કે 22 માર્ચથી લાગુ થશે. રાત્રે 11 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી કફર્યૂ રહેશે.

સેન્ટ્રલ આરોગ્ય મંત્રાલય તરફથી જાહેર આંકડાઓ પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 197 દર્દીઓના કોવિડને લીધે મૃત્યુ થયાં છે. જ્યારે 22,956 દર્દીઓ સ્વસ્થ થયા છે. આજના આંકડાઓ બાદ દેશમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 1,15,99,130 થઈ છે.

ભારતમાં અત્યાર સુધીમાં કુલ કોવિડના 1,11,30,288 દર્દીઓ સ્વસ્થ થઈ ચુક્યાં છે. જ્યારે કુલ એક્ટિવ કેસ 3,09,087 છે. ભારતમાં કોરોનાના કારણે અત્યાર સુધીમાં કુલ 1,59,755 દર્દીઓના મોત થયાં છે. આજે સવાર સુધીમાં દેશમાં કુલ 4,46,03,841 વેક્સિનના ડોઝ આપવામાં આવી ચુક્યાં છે.

ગુજરાતમાં ધુળેટી ફેસ્ટિવલને લઈને મહત્વના સમાચાર મળી રહ્યાં છે. આ બાબતે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સ્પષ્ટતા કરતા કહ્યું કે, CM ની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં હોળી-ધુળેટી અંગે નિર્ણય કરાયો છે. હોળીના દિવસે ધાર્મિક રીતે હોળી દહનની જ માત્ર મંજૂરી રહેશે. ધાર્મિક ઊજવણીની હોળી દહન માટે મર્યાદિત રીતે લોકો એકત્રિત થાય તેની છૂટ આપવામાં આવી છે.