ખબર

BREAKING: પ્રાઇવેટ સ્કૂલ ફી અને રથયાત્રા બાબતે CM વિજય રૂપાણીનું મોટું નિવેદન

હાલમાં જ ગુજરાતના CM વિજય રૂપાણીએ પ્રાઇવેટ સ્કૂલોની ફી ઘટાડવા બાબતે એક નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે, હજુ સત્રની શરૂઆત થઈ છે, હજુ સમય કેવો આવે છે તેનાં આઘારે નિર્ણય લઈશું. સ્કૂલ સંચાલકો માંગણી કરે છે પણ તેઓ 75 % ફી તો ઉઘરાવે જ છે, જેથી તેમની માફી મુદ્દે કોઈ વિચારણા નથી. એફઆરસી નજીકનાં સમયમાં જ ફી સ્ટ્રક્ચર નક્કી કરશે.

છેલ્લા દોઢ મહિનામાં કોરોના બીજી લહેરમાં હોટલ સંપૂર્ણ બંધ હતી. એટલે તેમને ટેક્સમાં છુટ આપી છે. હજુ શિક્ષણ સત્રની શરૂઆત થઈ છે. આ સત્ર કેવું જશે એ કહેવું મુશ્કેલ છે. સ્થિતિ કેવી રહેશે તે ખબર નથી. ભવિષ્યમાં સમય પ્રમાણે ફી બાબતે નિર્ણય કરીશું.

બીજી બાજુ જોઈએ તો રથયાત્રા યોજાશે કે નહિ તે બાબતે CM એ જણાવ્યું કે કે, ગુજરાતની જનતાને વિનંતી છે કે, કેસ ઘટ્યા છે તેનો મતલબ એવો નથી કે કોરોના ગયો છે. આપણું રાજ્ય એવું છે જેણે આખું લોકડાઉન કર્યુ નથી. રથયાત્રા માટે જે તે સમયે નિર્ણય લેવામાં આવશે.

છૂટ આપીએ એનો મતલબ નથી કે નિશ્ચિત થઈને બહાર નીકળીએ. જરૂરી હોય તો જ બહાર નીકળવું. કામ વગર ક્યાંય જવુ નહિ. ત્રીજી વેવ માટે તજજ્ઞો પણ સાવચેત રહેવાનું કહી રહ્યાં છે.