ખબર

અમદાવાદથી ટ્રાન્સફર થતા સાહેબ વિજય નેહરાએ શેર કરી કવિતા, ‘દયાની ભીખ હું…’

અમદાવાદમાં વધતા જતા કેસ જતા કેસ ચિંતાનો વિષય બન્યા છે. કોરોનાના વધતા જતા કેસ વચ્ચે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર વિજય નેહરાની એકાએક બદલી ચર્ચાનો વિષય બની છે.

Image Source

વિજય નહેરાએ આજે સીએમ રૂપાણી સાથે બેઠક કરી હતી. જે બાદ તેઓએ ટ્વીટ કરીને પોતે ગ્રામીણ વિકાસનો ચાર્જ સંભાળી લીધો હોવાની માહિતી આપી હતી. અને બાદમાં તેઓએ શિવમંગલ સિંહ ‘સુમન’ની કવિતા ટવીટર પર શેર કરી હતી. જેનું કેપ્શન તેમણે વરદાન માગુંગા નહીં, શિવમંગલ સિંહ ‘સુમન’ એવું આપ્યું હતું. પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી પણ આ કવિતા સંભળાવી હતી.

આ કવિતામાં કવિ કહેવા માગે છે કે, ‘જીવનમાં ગમે તેટલો સંઘર્ષ કરવો પડે હું ભીખ નહીં માગું, વરદાન નહીં માગું.’ કવિ આ કવિતામાં કહે છે કે, ‘મને ગમે તેટલા કષ્ટો કે શાપ આપશો તો પણ હું મારા કર્તવ્યપથ પરથી ભાગીશ નહીં.’

નેહરાની આ એકાએક બદલીને પગલે શરૂ થયેલી વાતો હજુ પણ ચાલુ છે. નેહરા દ્વારા ટ્વીટ કરવામાં આવેલી આ કવિતા કઈ બાબત તરફ ઈશારો કરી રહી છે તે ચર્ચાનો વિષય બન્યો છે.

Image source

ઉલ્લેખનીય છે કે, નેહરા કોરોના પોઝિટિવ વ્યક્તિના સંપર્કમાં આવ્યા બાદ ક્વારન્ટાઈન થઈ ગયા હતા અને તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ તેમણે ગત 9 મેએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, તેઓ બને તેટલું જલદી પાછા ડ્યૂટી જોઈન કરવા જઈ રહ્યા છે. પરંતુ તેઓનપોતાની ડ્યૂટી શરૂ કરે તે પહેલા જ 17 મેએ તેમને બદલી કરી દેવામાં આવી હતી.

Image Source

ભાજપના આઈટી સેલ દ્વારા #StopTargetingGujarat હેશટેગ સાથે ઘણી ટ્વીટ કરવામાં આવી હતી, જેમાં વિજય નેહરાની બદલીથી લઈને કોરોનાને કાબુમાં લેવામાં સરકારે ઉઠાવેલા પગલાંની ટીકા કરનારા લોકોને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.