ખબર

ભાગેડુ વિજય માલ્યાને લઈને આવ્યા ખરાબ સમાચાર, UK હાઈ કમિશનના ખુલાસાથી મોદી સરકારની મેહનત પર પાણી ફર્યું

હાલમાં સમાચાર વાઇરલ થયા છે કે ભાગેડુ બિઝનેસમેન વિજય માલ્યા ગમે ત્યારે ભારત પહોંચી શકે છે. મુંબઈમાં તેની વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે, તેથી તેને મુંબઇ લાવવામાં આવશે. પાસ દરમિયાન એજન્સીઓના કેટલાક સૂત્રોએ સંકેત આપ્યો છે કે બુધવારે રાત્રે વિજય માલ્યાને લઈને વિમાન મુંબઇ એરપોર્ટ પર ઉતરાણ કરે એવી શક્યતતા હતી.

બ્રિટિશ હાઈ કમીનના પ્રવક્તાએ ગુરુવારે જણાવ્યું કે ગત મહિને જ પ્રત્યાર્પણની વિરુદ્ધ માલ્યાએ કરેલી અપીલ ફગાવવામાં આવી હતી. પછીથી તેણે બ્રિટનની સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવાનો ઈન્કાર કર્યો હતો. વિજય માલ્યાને ભારતમાં લાવવામાં મોડું થાય તેવી શકયતા છે.

ટનમાંથી તેના પ્રત્યાર્પણની તમામ કાર્યવાહી પુરુ કરવામાં આવી છે. બ્રિટિશ હાઈકમીશને કહ્યું કે આ કાયદાકીય મુદ્દા વિશે અમે તમને વધુ માહિતી ન આપી શકીએ, કારણ કે તે ગોપનીય છે. જોકે અમે ઝડપથી આ બાબતોને પતાવવાની કોશિશ કરી રહ્યાં છીએ.

વર્ષોની લાંબી લડત બાદ UK ની કોર્ટે ગત 14 મેના રોજ માલ્યાના પ્રત્યાર્પણ પર મહોર મારી હતી. હવે CBI અને ED ની ટીમ માલ્યાને ભારત લાવવા બ્રિટન પહોંચી ચુકી છે. માલ્યા કેસ હાર્યો ત્યારબાદ તેને 28 દિવસની અંદર ભારત લાવવાનો હતો. 20 દિવસ પસાર થઈ ચૂક્યા છે અને તેના પ્રત્યાર્પણની તૈયારી પણ પૂર્ણ થઈ ચૂકી છે. માલ્યાની પાસે હવે કોઈ કાયદાકીય વિકલ્પ બચ્યો નથી.

નોંધનીય છે કે માલ્યાએ અલગ અલગ 17 બેન્કો સાથે 9000 કરોડનું કૌભાંડ આચર્યું હતું અને વર્ષ 2016થી તે ભારત છોડી ભાગી ગયો હતો. તપાસ એજન્સીઓએ મુંબઈની આર્થર રોડ જેલનો વીડિયો પણ લંડનની કોર્ટમાં બતાવ્યો હતો. તપાસ એજન્સીઓએ કહ્યું હતું કે બે માળની આ જેલમાં માલ્યાને હાઈ સિક્યુરિટી બેરકમાં રાખવામાં આવશે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.