બાપના દેવા નીચે દબાઇ દીકરીઓ : વિજય માલ્યાની દીકરીઓ ચૂકવશે પિતાનું અધધધધ કરોડોનું દેવું

માલ્યાની દીકરીઓ ચૂકાવશે પિતાનું 200 કરોડનું દેવું : તાન્યાને ફોટોગ્રાફી તો લીનાને બિઝનેસમાં દિલચસ્પી, ત્રીજી દીકરી લૈલાને કરી હતી એડોપ

આશરે 9000 કરોડના બેંક ફ્રોડ કેસમાં ભાગેડુ જાહેર કરાયેલા વિજય માલ્યાને તાજેતરમાં જ સુપ્રીમ કોર્ટે કોર્ટની અવમાનના બદલ ચાર મહિનાની જેલની સજા ફટકારી હતી અને 2000 રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો.બેન્ચે કહ્યું કે, સજા જરૂરી છે કારણ કે માલ્યાને કોઈ પસ્તાવો નથી. દંડ ભરવામાં નિષ્ફળતા 2 મહિનાની વધારાની સજામાં પરિણમશે. માલ્યાને 4 અઠવાડિયાની અંદર 8% વ્યાજ સાથે $40 મિલિયન એટલે કે 317 કરોડ રૂપિયા પરત કરવા પણ કહેવામાં આવ્યું છે. માલ્યાએ 40 મિલિયન ડોલરની આ રકમ તેમના પુત્ર સિદ્ધાર્થ અને પુત્રીઓ લીના અને તાન્યાને આપી હતી.

માલ્યા પર તથ્યો છુપાવવાનો અને કર્ણાટક હાઈકોર્ટના આદેશોનું ઉલ્લંઘન કરવાનો આરોપ હતો. બેંકોએ આરોપ લગાવ્યો હતો કે માલ્યાને યુકે સ્થિત ઓફશોર કંપની ડિયાજીઓ પાસેથી $40 મિલિયન મળ્યા હતા, જે તેણે તેના ત્રણ બાળકોને ટ્રાન્સફર કર્યા હતા. માલ્યાએ તેમના પુત્ર સિદ્ધાર્થ માલ્યા અને પુત્રીઓ લીના માલ્યા અને તાન્યા માલ્યાને દરેકને $13 મિલિયનની રકમ ટ્રાન્સફર કરી હતી. સુપ્રીમ કોર્ટે માલ્યાના ત્રણ બાળકો સિદ્ધાર્થ, લીના અને તાન્યાને ચાર અઠવાડિયામાં 8%ના વ્યાજ દરે બેંકોને $40 મિલિયન ચૂકવવા આદેશ આપ્યો છે. લીના અને તાન્યા બંનેએ મળીને 8% વ્યાજના દરે 211 કરોડ 33 લાખ ચૂકવવા પડશે.

કોર્ટે એમ પણ કહ્યું કે જો રકમ સમયસર ચૂકવવામાં નહીં આવે તો વસૂલાત માટે બાળકોની સંપત્તિ પણ અટેચ કરી શકાય છે. વિજય માલ્યાના પરિવારની વાત કરીએ તો, તેના પહેલા લગ્ન સમીરા તૈયબજી સાથે થયા હતા. સમીરા એર ઈન્ડિયામાં એર હોસ્ટેસ હતી. માલ્યા અમેરિકા જતા સમયે એર ઈન્ડિયાની ફ્લાઈટમાં સમીરાને મળ્યો હતો. બંને નજીક આવ્યા અને પછી 1986માં લગ્ન કરી લીધા. આ લગ્નથી એક પુત્ર સિદ્ધાર્થનો જન્મ થયો હતો. માલ્યા અને સમીરાના આ લગ્ન લાંબો સમય ટકી શક્યા નહીં અને છૂટાછેડા થઇ ગયા. સમીરાથી છૂટાછેડા લીધાના થોડા વર્ષો પછી વિજય માલ્યા તેની સ્કૂલ ફ્રેન્ડ રેખાને બેંગ્લોરમાં મળ્યો.

માલ્યા રેખા સાથે લગ્ન કરવા માંગતી હતી પરંતુ તેના પિતા રાજી ન હતા. વિજયથી અલગ થયા બાદ રેખાએ બે લગ્ન કર્યા. રેખાના બીજા લગ્ન શાહિદ મેહમૂદ સાથે થયા હતા, જેમાંથી તેને એક પુત્રી લૈલા હતી. બાદમાં જ્યારે રેખાએ વિજય માલ્યા સાથે લગ્ન કર્યા ત્યારે તેણે લૈલાને દત્તક લીધી હતી. લૈલાએ તેના પારિવારિક મિત્ર સમર સિંહ સાથે ઇન્ડોનેશિયાના બાલી આઇલેન્ડ પરના રિસોર્ટમાં લગ્ન કર્યા છે. લૈલા આઈપીએલના પૂર્વ કમિશનર લલિત મોદી સાથે કામ કરતી હતી. 2010માં જ્યારે લલિત મોદીના ઘરે દરોડા પાડવામાં આવ્યા ત્યારે એક મહિલા કાગળો સાથે ત્યાં પહોંચી હતી, જેની ઓળખ સીસીટીવી ફૂટેજ પરથી લૈલા માલ્યા તરીકે થઈ હતી.

પરંતુ, પાછળથી, તેણે લલિત મોદી સાથે કોઈ વ્યવસાયિક સંબંધ ન હોવાની વાત કરી હતી. લૈલા લાઈફસ્ટાઈલ એક્સેસરીઝનો બિઝનેસ કરે છે. તેનો બિઝનેસ યુરોપ અને યુએસમાં ફેલાયેલો છે. વિજય માલ્યા અને રેખાના છૂટાછેડા પહેલા તેને બે દીકરીઓ હતી – લીના અને તાન્યા.તાન્યા માલ્યા પાસે અમેરિકન નાગરિકતા છે. ભાસ્કરના અહેવાલ મુજબ તાન્યાને ફોટોગ્રાફીનો ખૂબ જ શોખ છે. 2013માં તાન્યા ડિજિટલ ફોટોગ્રાફી શીખવા માટે નેશનલ જિયોગ્રાફિક સ્ટુડન્ટ એક્સપિડિશન પર પેરિસ ગઈ હતી. સપ્ટેમ્બર 2010માં તાન્યાને લઈને પણ વિવાદ થયો હતો.

વિજય માલ્યાએ 36 માળની ટ્રમ્પ પ્લાઝા બિલ્ડિંગમાં પુત્રી તાન્યાના નામે પેન્ટહાઉસ ખરીદ્યું હતું. તેની કિંમત $10 મિલિયન હતી. પેન્ટહાઉસ માટે $4.6 મિલિયન ચૂકવવામાં આવ્યા હતા, પરંતુ બાકીની ચૂકવણી કરવામાં આવી ન હતી. જેના કારણે તાન્યાએ પેન્ટહાઉસ છોડવું પડ્યું હતું.વિજય માલ્યાની બીજી પુત્રી લીના માલ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, લીના એક બિઝનેસમેન છે. તેની પાસે અમેરિકાની નાગરિકતા પણ છે. તે સેન ફ્રાન્સિસ્કોમાં રહે છે.

આરોપ છે કે વિજય માલ્યાની પ્રોપર્ટીનો કેટલોક હિસ્સો લીનાના નામે પણ છે. લીનાનું નામ બહામાસમાં રજિસ્ટર્ડ બાલાજી ટ્રસ્ટમાં પણ છે. આ વર્ષે ફેબ્રુઆરીમાં જ્યારે માલ્યાનું લંડનમાં 30 બેડરૂમનું ઘર સ્વિસ બેંક યુબીએસ દ્વારા કબજે કરવામાં આવ્યું હતું, ત્યારે લંડન હાઈકોર્ટે બહામાસમાં સમાન ટ્રસ્ટમાંથી નાણાં ચૂકવવાની મંજૂરી આપી હતી.

Shah Jina