નિરહુઆના મોટાભાઈ વિજય લાલ યાદવની ગાડીને થયો ભયાનક અકસ્માત, ફોર્ચ્યુનરના ઉડ્યા ચીથડે ચીથડા

ભોજપુરી ઇન્ડસ્ટ્રીના સુપરસ્ટાર એવા દિનેશ લાલ યાદવ નિરહુઆ પર હાલના સમયમાં દુઃખના વાદળો છવાઈ ગયા છે. અભિનેતાના મોટાભાઈ વિજય લાલ યાદવની ગાડીનો ભયાનક રીતે એક્સીડન્ટ થયો છે. વિજય લાલ યાદવ પોતાના અમુક મિત્રો સાથે લખનઉથી આજમગઢ જઈ રહ્યા હતા. ગાડીની ઝડપ ખુબ વધારે હતી એવામાં ગાડી પરથી કાબુ ગુમાવતા ગાડી ડિવાઈડર સાથે અથડાઈ હતી અને તેના ચીથરે ચીથરા ઉડી ગયા હતા અને ડિવાઈડર પણ તૂટી ગયું હતું.

જ્યારે ગાડી ડિવાઈડર સાથે અથડાઈ કે તે 20 મીટર સુધી ઉપર હવામાં ઉછળી હતી.ઘટના બાદ ગાડીમાં સવાર લોકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને દિનેશ લાલ પણ ભાઈના અકસ્માતની જાણ થતા જ તે સીધા જ હોસ્પિટલ પહોંચી ગયા હતા.ભાઈના અકસ્માત પર દિનેશ લાલે ટ્વીટ કરતા કહ્યું કે,”મોટા ભાઈ વિજય લાલ યાદવની ગાડી લખનઉ જતી વખતે દુર્ઘટનાગ્રસ્ત થઇ ગઈ છે. અમારા પ્રતિનિધિએ ભાઈ સાથે વાત કરાવી, તેને વેદાંતા હોસ્પિટલ લઇ જવામાં આવી રહ્યા છે.પ્રવેશ લાલ અને કવિજી ત્યાં પહોંચી રહ્યા છે.અમે લોકો પણ જલ્દી ભાઈની પાસે પહોંચી જઈશું. બાબા વિશ્વનાથ જલ્દી જ સ્વાસ્થ્યના લાભ આપે”.

જણાવી દઈએ કે વિજય લાલ સમાજવાદી પાર્ટી સરકારમાં મંત્રી રહી ચુક્યા છે. તે સમાજવાદી પાર્ટીના સદસ્યના રૂપમાં આ વખતે આજમગઢ લોકસભા ઉપ ચુનાવના દરમિયાન પ્રચાર કરતા જોવા મળ્યા હતા.તેમણે પોતાના ભાઈ દિનેશ લાલને બદલે પ્રત્યાશી ધર્મેન્દ્ર યાદવનું સમર્થન કર્યું હતું જો કે ચુનાવમાં ભાજપા ઉમ્મીદવાર દિનેશ લાલ યાદવે ધર્મેન્દ્રને માત આપી હતી.સંસદ બન્યા બાદ તેના પરિવારમાં આ ગંભીર મામલો સામે આવ્યો છે, જેનાથી પરિવાર પણ દુઃખી થઇ ગયો છે અને તેના જલ્દી જ સ્વસ્થ થઇ જવાની કામના કરી રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Dubey Aamrapali 🎀 (@aamrapali1101)

Krishna Patel