ખબર

આપણા દેશનું કરોડોનું બુચ મારનાર વિજય માલ્યા ગમે ત્યારે ભારત આવી શકે છે, જાણો સમગ્ર મામલો

હાલમાં સમાચાર વાઇરલ થયા છે કે ભાગેડુ બિઝનેસમેન વિજય માલ્યા ગમે ત્યારે ભારત પહોંચી શકે છે. મુંબઈમાં તેની વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે, તેથી તેને મુંબઇ લાવવામાં આવશે.તપાસ દરમિયાન એજન્સીઓના કેટલાક સૂત્રોએ સંકેત આપ્યો છે કે સોમવારે રાત્રે વિજય માલ્યાને લઈને વિમાન મુંબઇ એરપોર્ટ પર ઉતરાણ કરે એવી શક્યતતા છે. જો તે આજે રાત્રે મુંબઇ પહોંચશે તો તેને થોડા સમય માટે CBI ઓફિસમાં રાખવામાં આવશે. બાદમાં તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. પરંતુ જો દિવસે આવશે તો સીધો તેને કોર્ટમાં રજૂ કરાશે.

વર્ષોની લાંબી લડત બાદ UK ની કોર્ટે ગત 14 મેના રોજ માલ્યાના પ્રત્યાર્પણ પર મહોર મારી હતી. હવે CBI અને ED ની ટીમ માલ્યાને ભારત લાવવા બ્રિટન પહોંચી ચુકી છે. માલ્યા કેસ હાર્યો ત્યારબાદ તેને 28 દિવસની અંદર ભારત લાવવાનો હતો. ત્યારે આજે જ રાત્રે તેને લઈ ટીમ મુંબઈ આવી પહોંચશે. નોંધનીય છે કે માલ્યાએ અલગ અલગ 17 બેન્કો સાથે 9000 કરોડનું કૌભાંડ આચર્યું હતું અને વર્ષ 2016થી તે ભારત છોડી ભાગી ગયો હતો.

માલ્યાના પ્રત્યાર્પણની સૌથી મોટી અડચણ 14 મેના રોજ દૂર થઈ હતી જ્યારે માલ્યા તેના પ્રત્યાર્પણ સામેનો કેસ હારી ગયો હતો. જેના લીધે સરકારે આવતી 28 દિવસની અંદર પાછો લાવવો પડશે. 14 મેથી 20 દિવસ પસાર થઈ ચૂક્યા છે. આવી સ્થિતિમાં તેને આઠ દિવસની અંદર પાછો લાવવો પડશે. લંડનની હાઈકોર્ટે પોતાના એક નિર્ણયમાં કહ્યું હતું કે વિજય માલ્યાને ભારત પ્રત્યાર્પણ કરી શકાય છે. આ પછી 14 મેના રોજ કોર્ટે માલ્યાને સુપ્રીમ કોર્ટમાં જવાની તક આપવાનો ઇનકાર કર્યો હતો.

સરકાર વિજય માલ્યાને લઈને વિમાન મુંબઇ એરપોર્ટ ગમે ત્યારે પર ઉતરાણ કરી શકે છે. જો તે રાત્રે મુંબઇ પહોંચશે તો તેને થોડા સમય માટે CBI ઓફિસમાં રાખવામાં આવશે. બાદમાં તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. પરંતુ જો દિવસે આવશે તો સીધો તેને કોર્ટમાં રજૂ કરાશે.