મનોરંજન

સાઉથના આ અભિનેતાએ 400 લોકોની ટીમને આપી સોનાની વીંટી, જાણો કારણ

સાઉથ ઇન્ડસ્ટ્રીના સુપરસ્ટાર વિજય ચંદ્રશેખર હાલના સમયમાં ચર્ચાનો વિષય બની ગયા છે.ચર્ચાનું કારણ એ છે કે વિજયે પોતાની આવનારી ફિલ્મ ‘બિગિલ’ના 400 લોકોની કૃ ટીમને સોનાની વીંટીઓ ભેંટ સ્વરૂપે આપી છે.આ વીંટી પર અંગ્રેજીમાં ફિલ્મનું નામ BIGIL પણ લખવામાં આવેલું છે.

Image Source

13 ઓગસ્ટના રોજ વિજયે પોતાના ભાગની શૂટિંગ પુરી કરી લીધી છે જેના પછી તેણે દરેક કોઈને સોનાની વીંટી આપીને ચોંકાવી દીધા હતા. રિપોર્ટ અનુસાર વિજયે પોતાના ફિલ્મની ટીમનો આભાર વ્યક્ત કરવા માટે તેને આ ખાસ ભેટ આપવાનો નિર્ણય લીધો હતો.

Image Source

જણાવી દઈએ કે ફિલ્મ બિગિલ ઓક્ટોબર મહિનામાં રિલીઝ થઇ શકે તેમ છે. ફિલ્મમાં જૈકી શ્રોફ પણ ખાસ કિરદારમાં જોવા મળશે. વિજયે માત્ર 18 વર્ષની ઉંમરમાં જ ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કરી દીધું હતું.વિજયે મોટાભાગે તમિલની બેસ્ટ એક્શન, ડ્રામાં અને રોમાંચ ફિલ્મોમાં કામ કર્યું છે.

વિજયના પિતા તમિલ ફિલ્મ જગતના નિર્માતા અને પ્રોડ્યુસર છે.વિજયે બોલીવુડની સ્વર્ગવાસ અભિનેત્રી શ્રીદેવી સાથે પણ કામ કરેલું છે,વિજયની એક પણ ફિલ્મ ફ્લોપ નથી જતી અને ઘણા એવોર્ડ્સ પોતાના નામે કર્યા છે.

Image Source

વર્ષ 1992 માં તેની પહેલી ફિલ્મ ‘નાલયા થીરપૂ’ રિલીઝ થઇ હતી.બોલીવુડની અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ પોતાના કેરિયરની શરૂઆત વિજયની સાથે કરી હતી. બંને વર્ષ 2002 માં તમિલ ફિલ્મ thamizhan માં નજરમાં આવ્યા હતા.વર્ષ 2015 માં રિલીઝ થયેલી ફિલ્મ ‘પુલી’ માટે 30 કરોડ રૂપિયાની ફી આપવામાં આવી હતી. આ ફિલ્મમાં વિજયની સાથે શ્રીદેવી પણ નજરમાં આવેલી હતી.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks