થવાવાળા હેન્ડસમ પતિ સાથે લગ્ન પહેલા જ રોમેન્ટિક થતી જોવા મળી સાઉથની મોટી અભિનેત્રી નયનતારા

ખુશખબરી: વિક્કી કેટરીના પછી 37 વર્ષની આ સાઉથની બોલ્ડ અભિનેત્રી પરણવા જઈ રહી છે, હેન્ડસમ પતિને જોઈને ઉડશે હોંશ

સાઉથના ફેમસ કપલ નયનતારા અને વિગ્નેશ શિવન લગ્નના બંધનમાં બંધાના જઇ રહ્યા છે. બંનેના લગ્નની ચાહકો ખૂબ જ આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. આજે નયનતારા અને વિગ્નેશ લગ્ન કરવાના છે. લગ્ન પહેલા વિગ્નેશે તેની થવાવાળી પત્ની નયનતારા સાથે કેટલીક તસવીરો પોસ્ટ કરી સ્પેશિયલ નોટ શેર કરી છે. વિગ્નેશે નયનતારા સાથે કેટલીક ખાસ તસવીરો શેર કરી છે. તેણે તસવીરો શેર કરતા સ્પેશિયલ નોટ લખી છે.

વિગ્નેશે લખ્યુ- આજે 9 જૂન છે અને આજે નયન છે. ભગવાન અને બ્રહ્માંડનો આભાર અદા કરું છું કે મારા જીવનમાં સૌથી સારો માણસ આવ્યો.સારી આત્મા, સારા પળ, સારા સંયોગ, સારા આશીર્વાદ, રોજ શુટિંગ પર અને બધી પ્રાર્થના જેણે જીવનને ખૂબસુરત બનાવી દીધુ છે.વિગ્નેશે આગળ લખ્યુ- હવે મારુ આ જીવન નયનતારાના પ્રેમને ડેડિકેટ છે. મારી થંગામ તને કેટલાક જ કલાકમાં જોવા માટે એક્સાઇટેડ છું. ભગવાનથી આવનાર જીવન માટે કામના કરુ છું, ઓફિશિયલી બ્રેસ્ટ ફ્રેન્ડ અને પરિવાર સામે નવું ચેપ્ટર શરૂ કરવા જઇ રહ્યા છીએ.

વિગ્નેશે પોસ્ટમાં નયનતારા સાથે રોમેન્ટિક તસવીરો પોસ્ટ કરી છે. સાથે જ કેટલીક તસવીરમાં નયનતારા સિંગલ પણ જોવા મળી રહી છે.વિગ્નેશ અને નયનતારાના લગ્નને લઈને ફેન્સ ખૂબ જ ઉત્સાહિત છે. આવી સ્થિતિમાં તેમની રોમેન્ટિક તસવીરો સામે આવતા જ તેમની ઉત્તેજના વધી ગઈ છે. કપલની તસવીરોને બે લાખથી વધુ લાઈક્સ મળી છે અને લોકો સોશિયલ મીડિયા પર તેમને અભિનંદન આપતા થાકતા નથી. અભિનેત્રી કાજલ અગ્રવાલે લખ્યું, ‘તમને બંનેને ઘણી શુભેચ્છાઓ. તમને બંનેને ખૂબ પ્રેમ અને શુભેચ્છાઓ.

આ સાથે ઘણા યુઝર્સે લગ્ન પહેલા જ કપલને હેપ્પી મેરીડ લાઈફની શુભેચ્છા પાઠવી છે. લોકો તેમને ખૂબ અભિનંદન આપી રહ્યા છે. નયનતારા અને વિગ્નેશ શિવનની લવ લાઈફ વિશે વાત કરીએ તો કહેવાય છે કે બંનેની પહેલી મુલાકાત ફિલ્મ ‘નાનુમ રાઉડી ધાન’ના સેટ પર થઈ હતી. શૂટિંગ દરમિયાન બંને એકબીજાને દિલ આપી બેઠી હતા. વર્ષ 2016માં એક એવોર્ડ ફંક્શન દરમિયાન બંનેએ પોતાના સંબંધો પર મહોર મારી હતી.

આ પછી બંનેએ વર્ષ 2021માં સગાઈ કરી. રીપોર્ટ્સ અનુસાર, નયનતારા અને વિગ્નેશ આજે મહાબલીપુરમના એક રીસોર્ટમાં લગ્ન કરવાના છે. વિગ્નેશે એક પ્રેસ કોન્ફરન્સમાં પોતાના લગ્નના પ્લાન વિશે જણાવ્યુ હતુ. નયનતારા અને વિગ્નેશના લગ્નમાં અમુક ખાસ લોકો જ હાજરી આપવાના છે. તે પરિવારના સભ્યો અને નજીકના મિત્રોની હાજરીમાં લગ્ન કરશે.

તમને જણાવી દઈએ કે નયનતારાનું સાચું નામ ડાયના મરિયમ કુરિયન છે અને તે વિગ્નેશ પહેલા પ્રભુ દેવા સાથે રિલેશનશિપમાં હતી. કહેવાય છે કે બંને લિવ-ઈનમાં પણ હતા. એવું પણ કહેવાય છે કે તેના કારણે અભિનેતાએ લગ્ન જીવન પણ છોડી દીધું હતું.

Shah Jina