એન્જીનીયરના ઘરે પડ્યા દરોડા, લાખો રૂપિયા રોકડા અને સોનાચાંદીના ઘરેણાં મળી આવ્યા, તસવીરો જોઈને હેરાન રહી જશો

ઇન્મકટેક્સ અને વિજિલન્સની ટીમ દ્વારા અવાર નવાર એવી એવી જગ્યાએ દરોડા પાડી અને હેરાન કરી દે દેવા ખુલાસા કરવામાં આવતા હોય છે જે જાણીને કોઈપણ હેરાન રહી જાય. હાલમાં જ પટના વિજલન્સ ટીમ દ્વારા પણ એક મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેમાં મંગળવારે માર્ગ નિર્માણ વિભાગના એક્ઝિક્યુટિવ એન્જીનીયર કૌંતેય કુમારના ઘરે છાપામારી કરવામાં આવી હતી.

ચાર કલાક સુધી ચાલેલી આ છાપામારીન ઇન્દર તેના ફેલ્ટમાંથી લગભગ 12 લાખ રૂપિયા રોકડા અને લાખો રૂપિયાના ઘરેણાંની સાથે ઘણા જમીનોના કાગળ અને ઇન્વેસ્ટમેન્ટ સાથે જડોયાયેલ કેટલાક કાગળિયા મળી આવ્યા હતા. આ કાર્યવાહીને વિજિલન્સના ડીએસપી સુરેન્દ્ર કુમાર મહુઆર લીડ કરી રહ્યા હતા.

આ એન્જીનીયરનું પોસ્ટિંગ પથ નિર્માણ વિભાગમાં ગુલજારબાગ ડિવિઝનમાં હતું. તે પટનામાં તેના પરિવાર સાથે ગોસાઈ ટોલા વિસ્તારની અંદર નિત્યાનંદ એન્ક્લેવ એપાર્ટમેન્ટના ફેલ્ટ નંબર 403માં રહેતો હતો. આ ફ્લેટની અંદર સવારે 10 વાગે વિજિલન્સની ટીમ દાવર છાપામારી શરૂ કરવામાં આવી, જે 4 કલાક સુધી ચાલી.

ડીસીપીના જણાવ્યા અનુસાર અત્યાર સુધીની પડ઼તાલમાં ઘણું બધું મળ્યું છે. પૈસાની ગણતરી કરવામાં આવી રહી છે. મળી આવેલા ઘરેણાંમ જમીન અને બીજી જગ્યાઓ ઉપર કરવામાં આવેલા ઇન્વેસ્ટમેન્ટનું પણ મિલાન કરવામાં આવી રહ્યું છે. વિજિલન્સની આ કાર્યવાહી બે-ત્રણ દિવસ પહેલા જ થવાની હતી. પરંતુ એન્જીનીયર પટનામાં નહોતો. મીડિયા રિપોર્ટ અનુસાર કાર્યવાહીની તૈયારી થઇ ચુકી હતી પરંતુ કૌંતેય કુમાર બિહારથી બહાર હતો અને તે દિલ્હીમાં હતો. ત્યારથી ટીમ તેમના પરત ફરવાની રાહ જોઈ રહી હતી.

જેવો જ મંગળવારે સવારે કૌંતેય પટના પાછો આવ્યો કે થોડા જ કલાકની અંદર વિજિલન્સની ટીમે તેમના ફેલ્ટ ઉપર છાપામારી કરી દીધી. મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વિજિલન્સ મુખ્યાલયના જણાવ્યા અનુસાર કૌંતેય કુમ્મરે 1 કરોડ 76 લાખ 83 હજાર રૂપિયાની અવૈધ સંપત્તિ ભેગી કરી છે. તેના વિરુદ્ધ વિજિલન્સ દ્વારા આવકથી વધારે સંપત્તિનો કેસ પણ દાખલ કર્યો છે. આ છાપામારી દરમિયાન કેટલીક પાક્કી સાબિતીઓ પણ મળી છે.

Niraj Patel