ખબર

આ દેશમાં કોરોનાથી 1 વ્યક્તિનું પણ મૃત્યુ નથી થયું, જાણો કઈ રીતે થયો આ ચમત્કાર

ચીનમાંથી ફેલાયેલા કોરોના વાયરસના કારણે દુનિયાભરના લોકો મુશ્કેલમાં આવી ગયા છે, ઇટલી અને અમેરિકામાં જે રીતે લોકોના મૃત્યુના આંકડા સામે આવી રહ્યા છે એ જોતા લાગે છે કે કોરોના વાયરસ કેટલો ભયાનક છે. દુનિયાના મોટાભગના દેશોમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છતાં પણ આ વાયરસનો પ્રકોપ એટલો વધ્યો કે લાખો લોકો તેની ચપેટમાં આવી ગયા અને લાખો લોકો દુનિયાભરમાં મૃત્યુ પણ પામ્યા છે. પરંતુ ચીનની બાજુમાં આવેલો દેશ વિયેતનામ દેશમાં આજ સુધી એક પણ લોકોના મૃત્યુ નથી થયા.

Image Source

ચીનના પાડોસમાં રહેલા દેશ જાપાન અને વિયેતનામે કોરોના ઉપર જીત મેળવી છે. ચીનથી માત્ર 10000 કિલોમીટર દૂર યુરોપમાં આવેલા વિયેતનામ દેશ જયારે કોરોનાનો સંકટ માથે મંડરાવવા માંડ્યો હતો ત્યારે જ તેનો સામનો કરવાની તૈયારી કરી દીધી હતી. દુનિયાભરમાં કોરોનાના કારણે જયારે મૃત્યુ થઇ રહ્યા હતા ત્યારે વિયેતનામે કોરોનાને હરાવવામાં કોઈ કસર બાકી ના રાખી, અને ના માત્ર તેને દૂર કર્યો તેના સામે યોગ્ય પગલાં ભરીને લડત પણ આપી છે.

Image Source

વિયેતનામમાં ખાસ પ્રકારની સુરક્ષા કરવામાં આવી જેમાં સખત ક્વોરેન્ટાઇની પોલિસી બનાવી, વાયરસથી સંક્રમિત લોકોની સતત દેખરેખ રાખવામાં આવતી, ચીનની મહામારી જોતા જ તેમને આ વાયરસ સામે લડવાની તૈયારી શરૂ કરી દીધી. 12 ફેબ્રુઆરીના દિવસે જ ત્રણ અઠવાડિયા સુધી 10000ની જનસંખ્યા વાળા શહેરને ક્વોરેન્ટાઇ કરવામાં આવ્યું.


પહેલા 10 સંક્રમિત લોકોના સામે આવતા જ નિર્ણયો કડક કરી દેવામાં આવ્યા હતા. સંક્રમિત લોકોના સંપર્કમાં આવેલા લોકોને દર બીજા, ત્રીજા અને ચોથા સ્ટાર ઉપર દેખરેખ રાખવામાં આવી, વિદેશથી આવેલા લોકોને શરૂઆતમાં જ 14 દિવસ સુધી ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા, ઘણા શહેરોમાં દેખરેખ માટે ખાસ સિસ્ટમ પણ તૈયાર કરવામાં આવી.

Image Source

દરેક ગામ અને દરેક ગામની ગલીઓમાં જાસૂસી ફોજ પણ તૈયાર કરીને મુકવામાં આવી, દેશની જનતામાં જ યુદ્ધ જેવો માહોલ પેદા કર્યો, મીડિયાએ પણ આ સમયે સૂચના આપવા માટે કેમપેઇન શરૂ કર્યા. સાથે દેશની જનતાએ પણ સરકારના નિર્ણયોનું સ્વાગત અને સમર્થન કર્યું.  આર્થિક રીતે પણ તેમને સરકારનું સમર્થન મળ્યું, સરકારે 1.1 બિલિયન ડોલરની રાશિ અર્થવ્યવસ્થામાં રોકી.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.