તમારો દીકરો કે દીકરી મોબાઈલ વાપરતા હોવ તો ચેતી જજો…આ ભૂલ તો નથી કરતા ને? 11 વર્ષના બાળકનું થયું મોત- જાણો વિગત
કોરોના મહામારી દરમિયાન શિક્ષણ વ્યવસ્થા પણ બદલાઈ ગઈ, ઘણા લાંબા સમય સુધી શાળાઓ બંધ થયા બાદ ઓનલાઇન શિક્ષણ શરૂ થયું, જેના કારણે બાળકો ઓનલાઇન પોતાના ઘરમાં જ રહીને મોબાઈલ ફોન દ્વારા શિક્ષણ મેળવતા થયા. પરંતુ આના કારણે ઘણા નુકશાન પણ થયા છે. (તમામ તસવીરો પ્રતીકાત્મક છે.)
આ દરમિયાન જ એક ખબર આવી રહી છે કે એક બાળક ઓનલાઇન ક્લાસ ભરી રહ્યું હતું ત્યારે જ તેના મોબાઈલની બેટરી ફાટી અને તેનું મોત થઇ ગયું. 11 વર્ષનું આ બાળક મોબાઈલ ફોન ચાર્જિંગમાં મૂકીને ઓનલાઇન સેશનમાં ભાગ લઇ રહ્યું હતું. તેને ઈયરફોન પણ લગાવી રાખ્યા હતા. ત્યારે જ અચાનક મોબાઇલમાં ધમાકો થયો અને આગ લાગી ગઈ.
મીડિયા રિપોર્ટ અનુસાર કોરોનાના કારણે લાગેલા પ્રોટોકોલના લીધે બાળક ઘરે જ રહીને ઓનલાઇન ક્લાસ ભરી રહ્યો હતો. ત્યારે જ ચાર્જિંગમાં રાખેલા મોબાઈલમાં બ્લાસ્ટ થયો અને તેના કપડામાં આગ લાગી ગઈ. પાડોશીઓએ બાળકને તરત જ હોસ્પિટલમાં પહોંચાડ્યો, પરંતુ ત્યાં તેને દમ તોડી દીધો.
આ ઘટના વિયતનામની અંદર 19 ઓક્ટોબરના રોજ સાંજે 4 વાગ્યાની આસપાસ બની હતી. હજુ સુધી એ સ્પષ્ટ નથી થઇ શક્યું કે મોબાઇલમાં બ્લાસ્ટ કેવી રીતે થયો હતો. માનવામાં આવી રહ્યું છે કે બાળકે કોઈ બીજું ચાર્જર ઉપયોગમાં લીધું હશે. જેના કારણે મોબાઈલ ફાટી ગયો. પોલીસ હવે આ મામલાની તપાસ કરી રહી છે.