જુઓ આર્મીમાં જવા માટે કેવી મહેનત કરવી પડે છે, આ જવાનના વીડિયો જોઈને તમને પણ જોશ આવી જશે, સેલેબ્રિટીઓ પણ થયા તેના દીવાના

દેશની અંદર ઘણા લોકોનું સપનું હોય છે કે તે ભારતીય સેનામાં જોડાય અને દેશીની રક્ષા કરે, ઘણા યુવાનો તેના માટે ખુબ જ મહેનત પણ કરતા હોય છે, અને દિવસ રાત એક કરી દેતા હોય છે, આર્મીમાં જવું પણ સહેલું નથી. તેના માટે લેખિતની સાથે સાથે શારીરિક પરીક્ષાઓ પણ પાસ કરવી પડે છે.

 

View this post on Instagram

 

A post shared by anmol Chaudhary (@anmol.__.chaudhary)

હાલ સોશિયલ મીડિયામાં એક એવા જ આર્મીમેનનો વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે, જેના સ્ટન્ટ અને મહેનત જોઈને સેલેબ્રિટીઓ પણ તેના ફેન બની ગયા છે. અભિનેતા વિદ્યુત જામવાલે પણ તેનો વીડિયો શેર કર્યો છે. વિદ્યુત જામવાલે તેના ટ્વીટર એકાઉન્ટ ઉપર આ આર્મી મેનનો વીડિયો શેર કરીને “જય હિન્દ” લખ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by anmol Chaudhary (@anmol.__.chaudhary)

આ વીડિયોમાં એક જવાન છે અને તે આર્મીના યુનિફોર્મમાં નજર આવી રહ્યો છે. આ જવાનના સ્ટન્ટ જોઈને કોઈ પણ દાંતમાં આંગળીઓ દબાવી દેશે. જવાન પહેલા સ્ટન્ટમાં એક વાંસની લાકડીનો જમીન ઉપર વાંકી ઉભી કરે છે અને પછી તેના ઉપર ચઢીને જબરદસ્ત બેલેન્સ બનાવતા જોવા મળી રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by anmol Chaudhary (@anmol.__.chaudhary)

તો અન્ય એક સ્ટન્ટની અંદર હવામાં ઉડીને ખુબ જ સરળતાથી સ્ટન્ટ કરતો જોવા મળે છે. બીજા સ્ટેન્ટમાં તે 3 કાંચની બોટલો ઉપર પોતાના બંને પગ રાખીને પુશપ્સ કરતો નજર આવી રહ્યો છે. સોશિયલ મીડિયામાં આ જવાનનો વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને લોકો પણ તેની મહેનતની પ્રસંશા કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by anmol Chaudhary (@anmol.__.chaudhary)

આ જવાનનો વીડિયો વાયરલ થતા જ લોકો કોમેન્ટ કરવાનું શરૂ કરી દીધું કે આ જવાન આટલા સરળતાથી આ સ્ટન્ટ કેવી રીતે કરી શકે છે ? અને આખરે આ જવાન છે કોણ ? કારણ કે આ જવાનના સ્ટન્ટ અને તેનું બેલેન્સ જોઈને ભલભલા લોકો હેરાનીમાં મુકાઈ ગયા છે.

ત્યારે તમને જણાવી દઈએ કે આ જવાનનું નામ અનમોલ ચૌધરી છે. અનમોલ ચૌધરીએ પોતાના બાયોની અંદર આર્મી મેન લખ્યું છે. સાથે તેના સોશિયલ મીડિયા ઉપર એકથી એક શાનદાર સ્ટન્ટના વીડિયો પણ જોવા મળી રહ્યા છે. ઇન્સ્ટાગ્રામ ઉપર પણ અનમોલ ચૌધરીને 42 હજારથી વધારેલ લોકો ફોલો કરે છે.

Niraj Patel