ગોલ્ડન ટેમ્પલમાં દર્શન કરવા માટે પહોંચેલા અભિનેતા વિદ્યુત જામવાલે જીત્યા ચાહકોના દિલ, માથું ટેકવ્યા બાદ લંગરમાં વાસણ પણ ધોયા, જુઓ વીડિયો

પોતાની ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત વિદ્યુત જામવાલે કર્યા સુવર્ણ મંદિરમાં દર્શન, લંગરમાં વાસણ ધોતા જોઈને ચાહકો પણ થયા પ્રભાવિત, જુઓ વીડિયો

Vidyut Jammwal Visits Golden Temple : બોલીવુડના કલાકારો (bollywood celebrity) હંમેશા કોઈને કોઈ કારણે ચર્ચામાં રહેતા હોય છે. ક્યારેક તે તેમની ફિલ્મોને લઈને ચર્ચામાં આવે છે તો ક્યારેક તે પોતાના અંગત જીવનને લઈને ચર્ચામાં આવતા હોય છે. તેમના સોશિયલ મીડિયા પર પણ ચાહકોની સતત નજર રહેતી હોય છે. ત્યારે હાલમાં જ અભિનેતા વિદ્યુત જામવાલે (Vidyut Jammwal) એવું કામ કર્યું કે ચાહકોના દિલ જીતી લીધા.

ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત અભિનેતાએ ગોલ્ડન ટેમ્પલના કર્યા દર્શન:

અભિનેતા વિદ્યુત જામવાલ હાલમાં તેની ફિલ્મ IB 71ને લઈને ચર્ચામાં છે, જે ટૂંક સમયમાં રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મની રિલીઝ પહેલા વિદ્યુત જામવાલ અમૃતસરના સુવર્ણ મંદિરમાં દર્શન કરવા પહોંચ્યા હતા. એટલું જ નહીં, ત્યાં તેમણે લંગરમાં વાસણો પણ સાફ કર્યા. વિદ્યુત જામવાલના આ હાવભાવે ચાહકોનું દિલ જીતી લીધું હતું.

લંગરમાં જઈને વાસણ સાફ કર્યા:

વિદ્યુત જામવાલના સોશિયલ મીડિયા પર ખૂબ વખાણ થઈ રહ્યા છે. જ્યારે વિદ્યુત જામવાલ અમૃતસર પહોંચ્યા ત્યારે તેઓ સુવર્ણ મંદિર એટલે કે ગોલ્ડન ટેમ્પલમાં પહોંચ્યા અને સૌથી પહેલા માથું ટેકવીને આશીર્વાદ લીધા. આ પછી તેને ત્યાં સેવા આપવા માટે લંગરના વાસણો પણ સાફ કર્યા હતા. આ દરમિયાન વિદ્યુતે સફેદ કપડા પહેર્યા હતા.

શું છે IB 71ની કહાની? :

IB 71 ફિલ્મ વિદ્યુત માટે ખૂબ જ ખાસ છે. આખરે આ તેના નિર્માણની પ્રથમ ફિલ્મ છે. વિદ્યુત જામવાલ માત્ર IB 71માં અભિનય જ નથી કરી રહ્યો, પરંતુ તે ફિલ્મના નિર્માતા પણ છે. તેણે અબ્બાસ સૈયદ, આદિત્ય શાસ્ત્રી, આદિત્ય ચોક્સી અને શિવ ચાનન સાથે મળીને તેનું નિર્માણ કર્યું છે. IB 71 યુદ્ધ દરમિયાન જાસૂસોની સત્ય ઘટના પર આધારિત છે. આ એક સ્પાય થ્રિલર છે, જેમાં વિદ્યુત જામવાલ આઈબી એજન્ટની ભૂમિકામાં છે.

 

View this post on Instagram

 

A post shared by Vidyut Jammwal (@mevidyutjammwal)

12 મેના રોજ ફિલ્મ થશે રિલીઝ:

ફિલ્મમાં બતાવવામાં આવશે કે કેવી રીતે ભારતની ગુપ્તચર એજન્સીઓએ પાકિસ્તાનમાં ઘૂસીને તેના ઈરાદાઓને ઉડાવી દીધા હતા. વિદ્યુત જામવાલ ઉપરાંત IB 71માં અનુપમ ખેર અને ‘મર્દાની 2’ ફેમ વિશાલ જેઠવા પણ જોવા મળશે. આ ફિલ્મ 12 મેના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મનું નિર્દેશન રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા નિર્દેશક સંકલ્પ રેડ્ડીએ કર્યું છે.

Niraj Patel