આ જાણીતી અભિનેત્રી છે વેન્ટિલેટર પર, જીવન-મરણ વચ્ચે ખાઈ રહી છે ઝોલા- જાણો વિગતે

0

‘ઠંડે ઠંડે પાણી મેં નાહના ચાહિયે’ ગીતમાં અભિનેતા સંજીવ કુમાર સાથે જોવા મળેલી અભિનેત્રી વિદ્યા સિંહા હાલ ગંભીર હાલતમાં છે અને તેમને ઇમર્જન્સીમાં મુંબઈના ક્રિટીકૅર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જાણકારી અનુસાર, હાલ તેઓ વેન્ટિલેટર પર છે અને તેમના ચાહકો તેમના માટે પ્રાર્થના કરી રહયા છે કે તેઓ જલ્દી જ ઠીક થઈને ઘરે પરત ફરે.

Image Source

એક અહેવાલ અનુસાર, તેઓ સરખી રીતે શ્વાસ લઇ ન શકવાની સમસ્યાને લઈને તેમને બે દિવસ પહેલા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જો કે હોસ્પિટલના અધિકારીઓ અનુસાર, તેમની તબિયતમાં પહેલા કરતા સુધાર આવ્યો છે. વિદ્યા સિંહાને હૃદય અને ફેફસાં સંબંધિત સમસ્યા છે. તેમને ફેફસા સંબંધિત સમસ્યાઓ વિશે થોડા સમય પહેલા જાણ થઇ હતી અને હૃદય સંબંધિત બીમારી વિશે હાલમાં જ ખબર પડી છે.

Image Source

હોસ્પિટલના અધિકારીઓ અનુસાર, તેમની હાલમાં ઘણો સુધારો છે. જો કે શ્વાસ સરખી રીતે ન લઇ શકવાના કારણે, હૃદયની ગંભીર સ્થિતિને કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અહેવાલ અનુસાર, ડોકટ્રેસે વિદ્યાને એન્જીયોગ્રાફી માટે કહ્યું હતું, પરંતુ પરિવારે આમાં કોઈ રસ દાખવ્યો નથી.

Image Source

વિદ્યા સિંહાએ 18 વર્ષની ઉંમરમાં જ કામ કરવાનું શરુ કરી દીધું હતું અને ફિલ્મ ‘છોટી છોટી સી બાત’માં તેમના અમોલ પાલેકર સાથેના અભિનયના ખૂબ જ વખાણ થયા હતા. તેઓએ બોલિવૂડની ઘણી ફિલ્મો કરી છે અને આ પછી તેઓએ ઘણી ટીવી સીરિયલમાં પણ કામ કર્યું છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.