સમુદ્ર કિનારે બોલ્ડનેસનો તડકો લગાવતી જોવા મળી શાહરૂખ ખાનની અભિનેત્રી, બિકિની પહેરી આપ્યા એવા એવા પોઝ કે…

બોલિવૂડમાં જ્યારે પણ સ્પોર્ટ્સ ડ્રામા ફિલ્મો બની છે ત્યારે ચાહકોએ તેનો ખુલ્લા મનથી સ્વીકાર કર્યો છે. વર્ષ 2007માં આવેલી શાહરૂખ ખાનની સુપરહિટ ફિલ્મ ચક દે ઈન્ડિયાને કોણ ભૂલી શકે. હોકીને ભલે ભારતની રાષ્ટ્રીય રમત ગણવામાં આવી હોય, પરંતુ ક્રિકેટને લઈને ભારતમાં જે પ્રકારનો ક્રેઝ જોવા મળ્યો છે તેટલો અન્ય કોઈ રમતમાં જોવા મળ્યો નથી. આવી સ્થિતિમાં જ્યારે શાહરૂખ ખાને હોકી પર ફિલ્મ બનાવવાનો નિર્ણય કર્યો ત્યારે ઘણો વિરોધ થયો હતો. લોકો પહેલાથી જ એવી ધારણા કરી ચૂક્યા હતા કે આ ફિલ્મ નહીં ચાલે. પરંતુ આ ફિલ્મે ખૂબ કમાણી કરી અને દેશમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં નામ કમાવ્યું.

આ ફિલ્મમાં વિદ્યા માલવડેએ ભારતીય હોકી ટીમની કેપ્ટનની ભૂમિકા ભજવી હતી. ટીમની કેપ્ટન હોવા ઉપરાંત તે ગોલકીપર પણ હતી. વિદ્યાએ ફિલ્મમાં પોતાના અભિનયથી બધાને પ્રભાવિત કર્યા હતા. વિદ્યા માલવડે આ દિવસોમાં પરિવાર સાથે કેલિફોર્નિયામાં વેકેશન પર છે. ક્રિસમસની રજાઓ બાદ હવે નવા વર્ષની ઉજવણીમાં વિદ્યા તેના પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ વિતાવી રહી છે. તે કેલિફોર્નિયાની શેરીઓથી લઈને સમુદ્રના કિનારા સુધી દરેક ક્ષણ મુક્તપણે જીવી રહી છે. તેની આ સુંદર પળોમાં વિદ્યાના બિકી ફોટો પણ સામેલ છે.

અભિનેત્રીએ ન્યૂપોર્ટ બીચ પરથી તેની બિકી તસવીરો શેર કરી છે. વિદ્યાએ દરિયા કિનારેથી તેના સિઝલિંગ ફોટા શેર કર્યા અને લખ્યું – ‘Beach day is the best day.’ વિદ્યાના ચહેરા પરની ખુશી કહી રહી છે કે બીચના દિવસો ખરેખર શ્રેષ્ઠ દિવસો છે. વિદ્યા દરિયા કિનારે મોજા પર દોડતી જોવા મળી રહી છે. સેલેબ્સ અને ફેન્સ પણ તેના આ સિઝલિંગ ફોટો પર તેના વખાણ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, ‘વાહ મેમ તમે જલપરી જેવા દેખાઈ રહ્યા છો.’ બીજાએ લખ્યું, “હૃદયસ્પર્શી પ્રકૃતિના વાઇબ્સ, ઘણો પ્રેમ.”

વિદ્યા માલવડેના ફોટોને અત્યાર સુધીમાં 19 હજારથી વધુ લાઈક્સ મળી ચુકી છે.જ્યારે ઘણા લોકોએ તેના પર કોમેન્ટ પણ કરી છે. એક યુઝરે લખ્યું, ‘હેલો હોટી’ તો બીજાએ લખ્યું છે, ‘તમે ખૂબ જ સુંદર લાગી રહ્યા છો’ જણાવી દઇએ કે, ચક દે ઈન્ડિયા વિદ્યાની ત્રીજી ફિલ્મ હતી. અભિનેત્રીએ તેની કારકિર્દીની શરૂઆત વર્ષ 2003માં ફિલ્મ ઈન્તેહાથી કરી હતી. આ પછી અભિનેત્રીએ કેટલીક વધુ હિટ ફિલ્મોમાં કામ કર્યું. પરંતુ તેને ફરીથી ચક દે ઈન્ડિયા જેવો રોલ મળી શક્યો નહીં.

તેણે કિડનેપ, તુમ મિલો તો સહી, નો પ્રોબ્લેમ, દસ તોલા, સ્ટ્રાઈકર, 1920 એવિલ રિટર્ન્સ અને વન્સ અપોન અ ટાઈમ ઈન મુંબઈ દોબારામાં કામ કર્યું હતું. વર્ષ 2015માં તે યારા સિલી સિલી ફિલ્મમાં જોવા મળી હતી. તે પછી તે કોઈ ફિલ્મનો ભાગ નથી રહી. યારા સિલી સિલી એક બંગાળી ફિલ્મ હતી. ભલે તે બોલીવુડમાં જોવા ન મળે, પરંતુ અભિનેત્રી ડિજિટલ પ્લેટફોર્મ પર સક્રિય છે.

 

View this post on Instagram

 

A post shared by VidyaMMalavade (@vidyamalavade)

તે વર્ષ 2020માં Flesh અને Netflixની વેબ સિરીઝ મિસમેચ્ડમાં જોવા મળી હતી. અંગત જીવનની વાત કરીએ તો અભિનેત્રીએ બે વાર લગ્ન કર્યા છે. તેણે વર્ષ 1997માં અરવિંદ સિંહ બગ્ગા સાથે લગ્ન કર્યા હતા. પરંતુ 3 વર્ષ પછી અરવિંદનું અવસાન થયું. અરવિંદ પાયલટ હતા અને તેમણે પ્લેન ક્રેશમાં જીવ ગુમાવ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by VidyaMMalavade (@vidyamalavade)

ત્યારબાદ અભિનેત્રીએ વર્ષ 2009માં સંજય દાયમા સાથે લગ્ન કર્યા હતા. સંજય દાયમા વ્યવસાયે પટકથા લેખક છે. વિદ્યા વર્ષ 2008માં રિયાલિટી શો ખતરોં કે ખિલાડીનો પણ ભાગ રહી ચૂકી છે. તે છેલ્લે ડિઝની હોટસ્ટારની સીરીઝ બામિની અને બોયઝમાં જોવા મળી હતી.

 

View this post on Instagram

 

A post shared by VidyaMMalavade (@vidyamalavade)

Shah Jina