ફિલ્મી દુનિયા

સુશાંતને લઈને પહેલી વાર બોલી વિદ્યા બાલન, કહ્યું કે- આપણે મોઢું બંધ કરી દેવું જોઈએ કારણકે

બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતનાં અચાનક નિધનથી બધા જ લોકો આઘાત પામ્યા છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના સ્ટાર્સ તેમને સતત શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. ઘણા બૉલીવુડ સ્ટાર સુશાંત વિષે વાત પણ કરી રહ્યા છે. આ દરમિયાન હવે બોલિવૂડ એક્ટ્રેસ વિદ્યા બાલન પણ સુશાંત વિશે બોલી છે. જેના કારણે તે વિદ્યા બાલન ચર્ચામાં આવી છે.

 

View this post on Instagram

 

A post shared by Vidya Balan (@balanvidya) on

તાજેતરમાં જ એક ઇન્ટરવ્યુ દરમિયાન એક્ટ્રેસએ કહ્યું હતું કે, ‘સુશાંત સિંહ રાજપૂતનાં નિધન પછી ઘણા લોકો સામે આગળ આવ્યા છે. જેઓ તેને રીલેટ કરે છે. અને મારા મતે તે તેમના માટે ખૂબ મુશ્કેલ સમય હશે. મને ખબર નથી કે તેણે આ પગલું કેમ ભર્યું. જો આપણે તેમને રિસ્પેક્ટ આપવું હોય તો આપણે ચૂપ રહેવું જોઈએ. આ મામલે તમારી પોતાની કલ્પનાઓ કરવી અને પછી તેમના વિશે અનેક પ્રકારની સિદ્ધાંતો બનાવવા. સુશાંતના ફેન્સ અને તેના પ્રિયજનો સાથે અન્યાય હશે. હાલમાં ઘણા લોકો શોકમાં છે. ‘

 

View this post on Instagram

 

A post shared by Vidya Balan (@balanvidya) on

વિદ્યાએ વધુમાં કહ્યું કે- “દુનિયા મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહી છે અને કદાચ આ તે સમય છે જ્યારે ઇન્ડસ્ટ્રીઝ માં પાવર સ્ટ્રક્ચર છે તેને પડકારનો સામનો કરી રહી છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, જો કોઈ વ્યક્તિ પોતાનું જીવન સમાપ્ત કરવાનો નિર્ણય લે છે, તો આ મામલે કોઈને દોષી ઠેરવી શકાશે નહીં.

 

View this post on Instagram

 

A post shared by Team Sushant Singh Rajput (@team_sushant_singh_rajput) on

આ સમય દરમિયાન વિદ્યાએ નેપોટિઝ્મને લઈને વાત કરી અને કહ્યું હતું કે, – ‘મેં પણ આ ઇન્ડસ્ટ્રીઝમાં ઘણા ઉતાર-ચડાવ જોયા છે અને તમામ પ્રકારના અનુભવ જીવ્યા છે. હું એવું નથી કહેતી કે કોઈ નેપોટિઝ્મ નથી પણ મેં તેને મારી આડે આવવા દીધો નથી. જોકે દરેક વ્યક્તિ જુદી જુદી હોય છે અને જુદી જુદી રીતે કાર્ય કરે છે. આ ખૂબ જ સંવેદનશીલ સમય છે અને લોકોએ એકબીજા સાથે વાત કરીને તેમની સમસ્યાઓ હલ કરવામાં પ્રતિકાર ન કરવો જોઇએ. ‘

 

View this post on Instagram

 

A post shared by Team Sushant Singh Rajput (@team_sushant_singh_rajput) on

વિદ્યા બાલનના વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો ફિલ્મ ‘શકુંતલા દેવી’ માં જોવા મળશે. જે 31 જુલાઈએ એમેઝોન પ્રાઇમ વીડિયો પર રિલીઝ થશે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.