પ્રતિક ગાંધી સાથે ‘દો ઔર દો પ્યાર’થી મોટા પડદા પર વાપસી કરી રહી છે વિદ્યા બાલન, બોલ્ડ સીન મચાવશે ધમાલ

OTT પર વર્ષો સુધી હલચલ મચાવ્યા બાદ વિદ્યા બાલન મોટા પડદા પર કમબેક કરવા માટે તૈયાર છે. તેની રોમેન્ટિક કોમેડી ફિલ્મ ‘દો ઔર દો પ્યાર’નું ટીઝર રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મની કહાની ઘણી રસપ્રદ છે, જેમાં વિદ્યા ફસાયેલી જોવા મળશે. એપ્લોઝ એન્ટરટેઈનમેન્ટના બેનર હેઠળ બનેલી આ ફિલ્મમાં વિદ્યા બાલન સાથે પ્રતિક ગાંધી, ઈલિયાના ડીક્રુઝ અને સેંથિલ રામમૂર્તિ મહત્વની ભૂમિકામાં છે.

એવોર્ડ વિજેતા એડ ફિલ્મમેકર શીર્ષા ગુહા ઠાકુરતાએ ફિલ્મ ‘દો ઔર દો પ્યાર’ બનાવી છે. ફિલ્મના ટીઝરમાં તમે ચારેય સ્ટાર્સને રોમેન્ટિક અંદાજમાં જોઈ શકો છો. ‘દો ઔર દો પ્યાર’નું ટીઝર એકદમ મજેદાર છે. વિદ્યા અને સેંથિલની સારી કેમેસ્ટ્રી જોવા મળશે, જ્યારે પ્રતિકની વિદ્યા સાથેની કેમેસ્ટ્રીની પણ ટીઝરમાં ઝલક જોવા મળી રહી છે.

ફિલ્મનું ટીઝર રોમેન્ટિક ઈમોશન્સ, ફની ડાયલોગ્સ અને ફની ક્ષણોથી ભરેલું છે. આ ફિલ્મ 19 એપ્રિલ 2024ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. વિદ્યા બાલનની વાત કરીએ તો છેલ્લા ઘણા વર્ષોમાં તે OTT પર અનેક પ્રોજેક્ટ્સમાં જોવા મળી છે. તેણે ‘શેરની’, ‘જલસા’, ‘નટખટ’ અને ‘શકુંતલા દેવી’ જેવી ફિલ્મોમાં જબરદસ્ત કામ કર્યું હતું.

વિદ્યા છેલ્લે મર્ડર મિસ્ટ્રી ફિલ્મ ‘નીયત’માં જોવા મળી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખાસ કમાલ ના કરી શકી. હવે જોવાનું છે કે ‘દો ઔર દો પ્યાર’ શું અજાયબી કરે છે. ફિલ્મનું ટીઝર સોશિયલ મીડિયા પર જોરદાર ટ્રેન્ડ કરી રહ્યું છે અને સારો પ્રતિસાદ પણ લોકો તરફથી ટીઝરને મળી રહ્યો છે.

Shah Jina