જીવનશૈલી ધાર્મિક-દુનિયા

વિદુરે જણાવી છે સુખી મનુષ્ય હોવાની નિશાનીઓ, જાણો આ 7 વાતો પછી તમે જીવનભર સુખી રહેશો

મહાત્મા વિદુર જેમને ધર્મરાજના અંશાવતાર માનવામાં આવે છે, તેઓ નીતિઓના મહાન જ્ઞાતા હતા. મહાભારતમાં વિદુરે ઘણી નીતિઓ વિશે જણાવ્યું છે. ભીષ્મ પિતામહથી લઈને પાંડુ, ધૃતરાષ્ટ્ર અને યુધિષ્ઠિર સુધીના દરેક તેમની પાસેથી નીતિઓનું જ્ઞાન લેતા રહેતા હતા. તેમની નીતિઓ માનવ જીવનમાં કલ્યાણકારી ભૂમિકા નિભાવી શકે છે અને જ્ઞાનની વાતો જણાવે છે. એ નીતિઓ એ સમયે જ નહિ, પણ આજે પણ દરેક વ્યક્તિના જીવનમાં મહત્વ રાખે છે. જો એ નીતિઓનું ધ્યાન રાખવામાં આવે તો મનુષ્ય કોઈ પણ પરેશાનીઓનો હલ આસાનીથી મેળવી શકે છે. વિદુરની નીતિઓમાં એવી કેટલીક વાતો પણ છે કે જે એક સુખી વ્યક્તિની ઓળખ છે. તો આવો જાણીએ શું કહ્યું છે વિદુરે –

Image Source

મહાભારતના ઉદ્યોગ પર્વમાં મહાત્મા વિદુરના શ્લોક –

आरोग्या मानृण्यमविप्रवासः सद्धिर्म नुष्यैः सह स्मप्रयोगः।
स्वप्रत्यया वृत्तिरभीतवासः षड् जीवनलोकस्य सुखानि राजन्।।

अर्थोगमो नित्यमरोगिता च, प्रिया च भर्या प्रियवादिनी च।
वश्यच्श्र पुत्रोर्थकरी च विद्या, षड् जीवलोकस्य सुखानी राजन्।।

મહાત્મા વિદુરના આ શ્લોકનો અર્થ –

કોઈ પર નિર્ભર ન હોવું –

Image Source

જે પોતાના અને પરિવારનું જીવન નિર્વાહ કરવા માટે પોતાને ધન કમાવવા માટે સક્ષમ હોય છે, એ જ સુખી માનવામાં આવે છે. ઘણા લોકો પોતાનું જીવન ચલાવવા માટે બીજા પર નિર્ભર રહે છે, એવા લોકોનું ન તો સ્વાભિમાન હોય છે કે ન બીજાની નજરમાં સન્માન. એટલા માટે જે પોતાનું જીવન ચલાવતા હોય, એને સૌથી સુખી માનવામાં આવે છે. વિદુરે જણાવ્યું કે જે વ્યક્તિ પાસે સાચું જ્ઞાન હોય છે એ ક્યારેય દુઃખી થાય છે. જ્ઞાન હોવું દરેક માટે સૌથી જરૂરી છે. પૈસો તો આવે જાય છે પણ જ્ઞાન પર તમારો અધિકાર હોય છે. એના જ બળે તમે પોતાનું અને પરિવારનું ભરણપોષણ કરી શકો છો.

ઉધાર ન લેવું –

Image Source

મનુષ્યએ પોતાની આવક અનુસાર જ પોતાની ઈચ્છાઓ રાખવી જોઈએ. લોકો પોતાની ઈચ્છાઓ પુરી કરવા માટે બીજા પાસેથી ઉધાર લઇ લે છે અને પછી પાછા પૈસા ચૂકવી શકતા નથી. આવું કરીને તેઓ પોતાની સાથે પરિવારને પણ મુશ્કેલીમાં નાખે છે. જે મનુષ્ય ઉધારીથી બચીને રહે છે એ ખૂબ જ સુખી હોય છે. સાથે જ વિદુરે જણાવ્યું છે કે સુખી મનુષ્યની સૌથી મોટી ઓળખ હોય છે કે એ પોતાના જીવનનિર્વાહ માટે પૈસાની બચત કરે અને પોતાની વૃદ્ધાવસ્થામાં કોઈની મદદ ન લે.

પોતાના દેશમાં રહેવું –

Image Source

ઘણા કારણોસર લોકો પોતાના દેશને છોડીને જતા રહે છે, અને વિદેશમાં રહેવા લાગે છે. એવું કરવાનું કારણ ભલે જે પણ હોય, પરંતુ પોતાના દેશમાં રહેવાનું જે સુખ છે અને બીજે કશે જ નથી મળી શકતું. આ સિવાય પોતાના દેશ છોડીને બીજા દેશમાં રહેવાથી દોષ લાગે છે. જે મનુષ્ય આખું જીવન પોતાના દેશમાં વિતાવે છે એ ખૂબ જ સુખી હોય છે.

હંમેશા સ્વસ્થ રહેવું –

Image Source

વિદુરે જણાવ્યું છે કે વ્યક્તિનું સ્વાસ્થ્ય તેનું સૌથી મોટું સુખ હોય છે. જો કોઈ વ્યક્તિ હંમેશા સ્વસ્થ રહે છે તો એ પોતાના કામ સારી રીતે કરી શકે છે અને જો વ્યક્તિ સ્વસ્થ નથી તો તે સુખી પણ નથી. કારણ કે બીમારીઓને કારણે તેને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. બીમાર વ્યક્તિ ઘણા સુખોથી વંચિત રહી જાય છે. બીમાર માણસ પોતાના કામો પણ જાતે નથી કરી શકતો, એટલે તેને ધનનું નુકશાન પણ ઉઠાવવું પડે છે.

નીડર થઈને જીવવું –

Image Source

જેની પોતાનાથી વધુ તાકાતવર વ્યક્તિ સાથે દુશ્મની થાય છે, એ બધો જ સમય એ દુશ્મન વિશે વિચારે છે. એટલે એ પોતાના જીવનનો આનંદ પણ સંપૂર્ણ રીતે નથી ઉઠાવી શકતો. ડર કે ચિંતાના કારણે મનુષ્યના બીજા કામો પર અસર થવા લાગે છે, અને કોઈ પણ કામ સરખી રીતે કરી શકતો નથી. એટલે જે વ્યક્તિ ડર વગર જીવે છે એને સુખી માનવામાં આવે છે.

સારી સંગતિ હોવી –

Image Source

ખરાબ લોકોનું સંગતિની અસર પણ ખરાબ હોય છે. જે વ્યક્તિ દુષ્ટ અને હિંસક લોકો સાથે સંબંધ રાખે છે એને આગળ જતા ઘણી પરેશાનીઓનો સામનો કરવો પડે છે. એવા લોકોની સંગતિને કીચડ કે દલદલ પણ કહેવામાં આવ્યું છે. કારણ કે એકવાર આવા લોકો સાથે સંબંધ બનાવ્યા બાદ આ સંબંધો તોડવા પણ મુશ્કેલ બની જાય છે. એટલે જેટની મિત્રતા સારા લોકો સાથે હોય છે, એ ખૂબ જ સુખી હોય છે.

સારી પત્ની અને આજ્ઞાકારી સંતાન –

Image Source

વિદુરે કહ્યું છે કે જો તમારી પત્ની સારી છે અને મીઠું બોલે છે, તો જીવન વિતાવવું સહેલું બની જાય છે, અને જીવન સુખમય વીતે છે. સારી પત્ની ઘરના બધા જ સભ્યોને ખુશ રાખે છે અને બંધનું ધ્યાન રાખે છે. જયારે પત્ની કડવું બોલતી હશે તો જીવન નર્ક બની જશે. ત્યારે આજના સમયમાં જો સંતાન ખોટા રસ્તે ચડી જાય તો એના દોશી માતાપિતાને માનવામાં આવે છે અને જો સંતાન આજ્ઞાકારી હોય અને વિદ્ધવાન હોય તો એનાથી માતાપિતાનું નામ રોશન થાય છે. આ સંતાનો વૃદ્ધાવસ્થામાં માતાપિતાનો સહારો પણ બને છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks