મનોરંજન

વિદ્યા બાલને કર્યો તેના જીવનનો સનસનાટીપૂર્ણ ખુલાસો, રૂમમાં લઇ જવા માંગતો હતો ડાયરેક્ટર અને…

બોલિવૂડ અભિનેત્રી વિદ્યા બાલનને તો આજે બધા ઓળખે જ છે. તેમની ગણતરી બોલિવૂડની સારી અભિનેત્રીઓમાં કરવામાં આવે છે. વિદ્યા બાલને વર્ષ 2005માં ફિલ્મ પરિણીતાથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. તેમને કેટલીક સુપરહિટ ફિલ્મો પણ કરી છે. વિદ્યાએ જણાવ્યું કે તેમને અભિનેત્રી બનવા માટે ખુબ જ મહેનત કરવી પડી હતી.

હાલમાં જ એક ઇન્ટરવ્યૂમાં વિદ્યા બાલને તે સમયનો ખુલાસો કર્યો જયારે તેમને હાથમાંથી એક નહીં બે નહીં પણ 12 પ્રોજેક્ટસ જતા રહ્યા હતા. આ ઉપરાંત વિદ્યાએ એક ડાયરેક્ટર વિશે જણાવતા એક મોટો ખુલાસો કર્યો કે કેમ તે એક સમયે પોતાનો ચહેરો અરીસામાં જોતા પણ ડરતી હતી. તેમને જણાવ્યું કે મને યાદ છે કે એક સમયે હું ચેન્નઈ કામના કારણે એક ડાયરેકટરને મળવા ગઈ હતી. પરંતુ તે ડાયરેક્ટ મારો ફાયદો ઉઠાવવા માંગતો હતો.

 

View this post on Instagram

 

#MissionMangal promotions Saree – @gandhisawan Makeup – @shre20 Hair – @bhosleshalaka Styled by – @who_wore_what_when

A post shared by Vidya Balan (@balanvidya) on

તેમને આગળ જણાવતા કહ્યું, “મેં તેમને કહ્યું કે ચાલો કોફી શોપમાં બેસીને વાત કરીએ. તે વારંવાર મને રૂમમાં જવા માટે કહેતો હતો. તેને કહ્યું કે તેને મારી સાથે વાત કરવી છે અને આપણે રૂમમાં જવું જઈએ. ત્યારે હું તેના વિચારો જાણી ગઈ હતી અને હું તેમની સાથે રૂમમાં ગઈ પરંતુ મેં દરવાજો ખુલ્લો રાખ્યો. તે કઈપણ બોલ્યા વગર 5 મિનિટ બેઠો રહ્યો અને ત્યાંથી જતો રહ્યો.” જણાવી દઈએ કે વિદ્યા ખુબ જ લાંબા સમયથી આ ઇન્ડસ્ટ્રીનો ભાગ છે.

 

View this post on Instagram

 

For Sonam & Anand’s wedding reception 🙂. Make-up: @shre20 Hair: @the.mad.hair.scientist Stylling: @who_wore_what_when

A post shared by Vidya Balan (@balanvidya) on

વિદ્યા બાલને એવી એવી ફિલ્મો કરી છે જેને બોક્સ ઓફિસની પર તો ધમાલ મચાવી જ છે પણ તેની સાથે સાથે લાખો લોકોના દિલ પણ જીતી લીધા હતા. હાલમાં જ વિદ્યા બાલનની ફિલ્મ મિશન મંગલ રિલીઝ થઇ છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર 170 કરોડની કમાણી કરી છે. આ ફિલ્મમાં વિદ્યાની સાથે અક્ષય કુમાર, સોનાક્ષી સિન્હા, તાપસી પન્નુ, કીર્તિ કુલ્હારી અને નિત્ય મેનન છે.