અજબગજબ જીવનશૈલી

વિદેશમાં રહેતા આ ગુજરાતી મમ્મીએ દીકરીની કરી અદ્ભુત ફોટોગ્રાફી- 18 Photos જોઇને તમે બોલી ઉઠશો વાહ ખુબ શાનદાર

Generally આપણે લોકો જયારે Photo Capture કરીએ ત્યારે સેલ્ફી કે પોર્ટરેટ મોડમાં ક્લિક કરતા હોઈએ છીએ પણ જો આ જ ફોટોસ અલગ એન્ગલથી લેવામાં આવે તો એકદમ રચનાત્મક બને. આજકાલ ફોટોસ ખેંચવા માટે દુનિયાભરની Apps Play Storeમાં મળી રહે છે, અને ઘણા લોકો આ Appsમાં અલગ અલગ ફિલ્ટર લગાવીને પોતાની જાતને ફોટોગ્રાફર માની લેતા હોય છે પણ સાચે શું આને ક્રિએટીવ ફોટોગ્રાફી કહેવાય?

મમ્મી અને દીકરીના રીલેશન જન્મથી જ સ્ટ્રોંગ હોય છે અને બંને એકબીજાના બેસ્ટ ફ્રેન્ડ હોય છે. એક દીકરી તરીકે હું કહી શકું છું કે અમારા રીલેશન સ્નેહથી ભર્યા છે, હું તેમને ફરિયાદ કરી શકું છું, હું તેમને ગમ્મત ખાતર મશ્કરી કરું છું, હેરાન કરું છું છતાં પણ હું મમ્મીની ખુબ જ સારસંભાળ રાખું છું અને પ્રેમ કરું છું. હું જયારે પણ કોઈ મુશ્કેલીમાં સામનો કરું છું હમેશા મમ્મી સાથે વાત શેર કરું છું.

આજે આપણે એક એવા મમ્મીને મળીશું જે આજકલ સોશિયલ મીડિયામાં પોતાના Unique વર્કને લીધે ખુબ ફેમસ છે. એમનું નામ છે ક્રિંઝલ ચૌહાણ. ક્રિંઝલ તેની દીકરી શનાયાની Artist Photographyને લીધે ફેમસ છે અને તેમનું “Mommy Creates” નામનું એક ફેસબુક પેજ પણ છે. આ ક્રિએટીવ મમ્મી મૂળ રાજકોટ, ગુજરાતના છે. તમે ક્યારેય ઈમેજીન પણ નહિ કર્યું હોય એવી ઝરા હટકે ફોટોગ્રાફી કરેલી છે. તો ચાલો જોઈએ બધા Photographs…

ક્રિંઝલ ચૌહાણને પેઇન્ટિંગ, ડ્રોઈંગ અને ડુડલિંગ કરવાનો શોખ છે. દીકરીના જન્મ બાદ ઘરે તે બેસી રહેતી હોવાથી તે થોડી ઉદાસ થઇ જતી હતી. એટલે એને પોતાની મેટરનિટી બ્રેકમાં પોતાની દીકરીને લઈને આ કામ શરુ કર્યું અને તેને મજા આવવા લાગી.

ક્રિંઝલ ઇન્ટરવ્યુમાં જણાવે છે કે મારી દીકરીએ મને પ્રેરણા આપી છે આ કામ કરવામાં મને ખુબ સપોર્ટ કર્યો છે. સુતા પહેલા હું આખો Set બનાવીને તૈયાર રાખતી પછી સવારે મારી દીકરી સુતી હોય ત્યારે હું એને તૈયાર કરેલા સેટમાં મૂકી દેતી અને આવી રીતે હું પિક્ચર્સ ક્લિક કરતી. જેમ જેમ એ moti થતી થતી ગઈ તેમ તેમ એ એક જગ્યા પર સેટ ન થતી હું એની સાથે વાતો કરતી, હસાવતી જેથી પરફેક્ટ પોઝ મળી રહે. ધીમે ધીમે એવું થયું કે જયારે જયારે એ કેમેરા જોતી તો અચાનક જ સ્માઈલ આપવા માંડતી. આ બધા સેટ મેં Household stuffથી તૈયાર કરેલા છે.

જયારે હું વર્કિંગ ન હતી ત્યારે આખો દિવસ ઘરમાં એક જ રૂટીન હતું જેનાથી મને ડીપ્રેશન પણ ફિલ થતું. જનરલી ભારતમાં બેબી ડીલીવર કર્યા પછી અમુક મહિના ઘરે જ આરામ કરે છે. પણ અત્યારે સમય બદલાઈ ગયો છે. મારા હસબંડ હિમાંશુએ મને મારું ટેલેન્ટ Explore કરવાનું સજેશન આપ્યું. તો મેં મારી હોબી પ્રમાણે મારું ડ્રીમ હાંસિલ કર્યું.

ક્રિંઝલના પતિ હિમાંશુએ તેને કહ્યું કે એ પોતાના ક્રાફટ, પેઇન્ટિંગના શોખને દીકરી પ્રત્યેના પ્રેમને એકબીજા સાથે જોડી દે અને કેટલીક સુંદર તસ્વીરો બની ગઈ. અને આ જ રીતે શરુ થયું ફેસબૂક પર Mommy Creates પેજ.

Mommy Creates સાથે ક્રિંઝલે ઘરની જ વસ્તુઓ જેવી કે બેડશીટ, બ્લેન્કેટ, કપડાં અને બીજી વસ્તુઓ સાથે દીકરીના મૂડ પ્રમાણે સુંદર સેટ તૈયાર કરીને તસ્વીરો લેવાનું શરુ કર્યું. પછી તે ધીરજ સાથે તસ્વીરો લેતી અને અનોખી યાદો બનાવતી અને ફેસબૂક પર મૂકતી.

આ મમ્મીને સલામ છે કે આટલી નાની બાળકી સાથે આટલી ક્રિયેટિવ રીતે અને ધીરજથી કામ કર્યું. એની માટે આ story કહેવાની રીત છે જે બધા માટે પોતાના બાળકો માટે એક કિડ્સ બુક તૈયાર કરવા માટે પ્રેરણા આપે છે.

અમ્બ્રેલા ફ્લાય સાથે…

Gosh, કેટલી Cute અને Adorable સ્માઈલ છે…

માસ્ટર શેફ..

પપ્પાને બર્થડે વિશ કરી રહી છે…

મિકી માઉસ સાથે રમી રહી છે…

શનાયા મિશન સ્વચ્છ ભારત પોઝ સાથે…

ચાલો બીચ પર ફન કરીએ…

શનાયા સ્ટોરી સંભળાવી રહી છે…

હિમવર્ષા એન્જોય કરી રહી છે…

બન્નીને ગાજર ફીડ કરાવી રહી છે…

શનાયા ડેટ કરી રહી છે…

પતંગ ઉડાવી રહી છે…

ધૂળેટી સેલીબ્રેટ કરી રહી છે…

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks