Fact Check

અજય દેવગનની મારામારીનો વીડિયો વાયરલ થયા બાદ, અજયે જાતે જ આપ્યું આ મોટું નિવેદન, કહ્યું, “મને લાગે છે કે આ મારું…..

ખેડૂતોએ Ajay Devgan ને ઢીબી નાખ્યો? વિડીયો વાયરલ થતા ખળભળાટ- જાણો સત્ય

બોલીવુડના ખ્યાતનામ અભિનેતા અજય દેવગન સાથે કથિત રૂપે મારઝૂડ થવાનો એક વીડિયો ગઈકાલે રાતથી જ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઇ રહ્યો છે. જેમાં જોવા મળી રહ્યું છે કે એક પબની બહાર અજય દેવગનને કેટલાક લોકો માર મારી રહ્યા છે.

સોશિયલ મીડિયામાં એ વાત પણ ફેલાઈ હતી કે અજય દેવગને ખેડૂત આંદોલનનું સમર્થન ના કર્યું તેને લઈને અજયને મારવામાં આવ્યો હતો, વાયરલ થઇ રહેલો વિડીયો પણ ખુબ જ બ્લર જોવા મળ્યો હતો. આ બાબતે અજય દેવગનની ટિમ દ્વારા પણ નિવેદન આપવામાં આવ્યું હતું. કે આ માત્ર એક અફવા છે. અજય દિલ્હી ગયો જ નથી.

ત્યારે હવે આ બાબતે અજય દેવગને પોતે જ સફાઈ આપવા માટે મેદાનમાં આવવું પડ્યું છે. અજયે સોશિયલ મીડિયા એકાઉન્ટ ટ્વીટર ઉપર ટ્વીટ કરીને પોતાનું નિવેદન આપ્યું છે.

અજયે જણાવ્યું છે કે “એવું લાગે છે કે મારો કોઈ કાર્બન કોપી મુશ્કેલીમાં પડી ગયો છે. મારી પાસે આને સંબંધિત ફોન આવી રહ્યા છે. ફક્ત સ્પષ્ટ કરી રહ્યો છું- “મેં ક્યાંય યાત્રા નથી કરી. મારા કોઈપણ વિવાદમાં હોવાની ખબર નિરાધાર છે. હોળીની શુભકામનાઓ !”