મોઢામાં ગુટખા…હાથમાં ફોન…કાનપુર ટેસ્ટ પહેલા આ ભાઈ રાતોરાત વાયરલ કેમ થઇ ગયા? લોકો બોલ્યા આ જ મેન ઓફ ધ મેચ છે

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે બે ટેસ્ટ મેચની સીરીઝ ચાલી રહી છે, જેની પ્રથમ મેચ કાનપુરમાં રમાઈ રહી છે. ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ત્યારે ભારતીય ચાહકો તેમના મનપસંદ ક્રિકેટરોની બેટિંગ જોવા માટે મોટી સંખ્યામાં સ્ટેડિયમ પહોંચ્યા હતા. આ મેચ કાનપુરમાં યોજાઈ. ઉત્તર પ્રદેશનું આ પ્રખ્યાત શહેર પાન, પાન મસાલા અને ગુટખા માટે પણ જાણીતું છે. કહેવાય છે કે અહીંના લોકોમાં એવી પ્રતિભા છે કે તેઓ મોંમાં ગુટખા ભરીને કોઈની પણ સાથે વાત કરી શકે છે અને એવું પણ કહેવાય છે કે જ્યાં સુધી કોઈ વસ્તુની કિંમત તેમના ગુટખા કરતા વધારે ન હોય ત્યાં સુધી તેઓ ગુટખા થૂંકતા નથી.

ક્રિકેટના મેદાન પર ઘણી વખત એવું બને છે કે ખેલાડીઓ કરતાં ભીડમાં બેઠેલા લોકોનું વધુ ધ્યાન આકર્ષિત થાય છે. કાનપુરમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચના પહેલા દિવસે કંઈક આવું જ થયું, જ્યાં એક વ્યક્તિની તસવીર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. આ વ્યક્તિ મોઢામાં ગુટખા લઈને ફોન પર વાત કરતો જોવા મળે છે. ફોટો શેર થયા બાદ જંગલની આગની જેમ વાયરલ થઈ ગયો અને તેના પર વિવિધ પ્રકારના મીમ્સ બનાવવામાં આવી રહ્યા છે.મેચ દરમિયાન પણ આવો જ નજારો જોવા મળ્યો હતો.

સોશિયલ મીડિયા પર એક તસવીર ખૂબ જ વાયરલ થઈ રહી છે, જેના પર લોકો કમેન્ટ કરી ખૂબ એન્જોય કરી રહ્યા છે. વાયરલ તસવીરમાં જોવા મળે છે કે એક વ્યક્તિ મોંમાં ગુટખા ભરીને ફોન પર આરામથી વાત કરી રહ્યો છે. આના પર લોકો કમેન્ટ કરી રહ્યા છે કે, ‘કાનપુર કો કમલા પસંદ હે’. હવે આ બધુ તો ઠીક છે પરંતુ વિચારવા જેવી વાત એ છે કે સ્ટેડિયમના સિક્યુરિટી દ્વારા સિગારેટ, ગુટખા વગેરે બહાર કઢાવવામાં આવે છે, તો આ વ્યક્તિ અંદર ગુટખા લઈને કેવી રીતે પહોંચી ગયો ?

જણાવી દઇએ કે, આ પહેલીવાર નથી જ્યારે ક્રિકેટ ગ્રાઉન્ડ અને કાનપુરની આ સ્ટાઈલની ચર્ચા થઈ રહી છે. કાનપુરની આ શૈલીનો એક રમુજી કિસ્સો ક્રિકેટના લિટલ માસ્ટર સુનીલ ગાવસ્કર સાથે પણ સંબંધિત છે. ભારતના પ્રખ્યાત ક્રિકેટર સુનીલ ગાવસ્કરના સાસરીવાળા પણ કાનપુરના છે. તેમના સંબંધી એક કિસ્સો ખૂબ જ પ્રખ્યાત છે. કિસ્સો એવો છે કે જ્યારે ગાવસ્કર પહેલીવાર કાનપુર ગયા ત્યારે તેમને લાગ્યું કે આ શહેરના લોકો કેટલા અહંકારી છે, બધા માથું ઊંચકીને વાત કરે છે. જો કે, પછીથી તેમને સમજાવવામાં આવ્યું કે અહીંના લોકો અહંકારી નથી, પરંતુ તેમના મોઢામાં પાન ભરેલું છે, તેથી તેઓ માથું ઊંચું કરીને વાત કરવા મજબૂર છે.

Shah Jina