વાઘ આવ્યો વાઘ: એસયુવી ગાડી પાછળ આવી ગયો વાઘ અને પછી કર્યું એવું કે….આનંદ મહિન્દ્રાએ પણ શેર કર્યો વીડિયો, જુઓ

સોશિયલ મીડિયામાં આમ તો ઘણા વીડિયો રોજ વાયરલ થતા જ હોય છે અને ઘણા વીડિયો તો એવા પણ હોય છે જેને વારંવાર જોવાનું મન થાય. ઘણા વીડિયો હેરાન કરી દેનારા હોય છે અને તેમાં પણ પ્રાણીઓના વીડિયો જોવાનું તો દરેકને ગમતું હોય છે, આ દરમિયાન એક વાઘનો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે, જેને દેશના અગ્રણી ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ સોશિયલ મીડિયામાં શેર કર્યો છે.

દેશના જાણીતા ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રા આમ તો અવાર નવાર ઘણા વીડિયો તેમના સોશિયલ મીડિયામાં શેર કરતા રહે છે અને તમામ વીડિયો જોનારને પણ ખુબ જ પસંદ આવતા હોય છે. આ વીડિયોમાં પણ કંઈક એવું જ છે જેને લોકોનું ધ્યાન ખેંચ્યું છે. આ વીડિયોની અંદર પર્યટકોથી ભરેલી એક મહિંદ્રા એસયુવી કારને વાઘ પોતાના દાંતથી ખેંચી રહ્યો છે જે બતાવે છે કે વાઘ કેટલો શક્તિશાળી છે.

આ વીડિયો કર્ણાટકના બન્નેરઘટ્ટા રાષ્ટ્રીય ઉદ્યાનનો છે. આનંદ મહિન્દ્રાએ ટ્વીટ કર્યું છે કે, “આ દૃશ્ય ઉટીથી મૈસુર જવા વાળા રસ્તા ઉપર થેપ્પકાડુની પાસે જોવામાં આવ્યું. વીડિયોમાં જે કારને વાઘ ખેંચી રહ્યો છે, તે જાઈલો (Mahindra Xylo) છે. એટલા માટે મને લાગે છે મને આશ્ચર્ય નથી તે આને ચાવી રહ્યો છે. કદાચ મારી જેમ તે પણ માનતો હશે કે મહિન્દ્રાની ગાડીઓ ડિલિશિયસ છે.”

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

આ વીડિયો લગભગ દોઢ મિનિટનો છે. જાણવા મળી રહ્યું છે કે કારમાં છ લોકો બેઠેલા હતા. જે વાઘની આ હરકત જોઈને રોમાંચિત થતા હતા. વીડિયોને જોઈને તમને લાગશે કે ગાડીની બેટરી અચાનક ડિસ્ચાર્જ થઇ ગઈ. જેના કારણે તે સ્ટાર્ટ નથી થઇ રહી. ત્યારે જ ત્યાં પાસેથી પસાર થઇ રહેલા કેટલાક લોકોએ વીડિયો શૂટ કર્યો હતો.

Niraj Patel