ખબર વાયરલ

મોત સામે આવીને ઉભું હતું છતાં પણ યમરાજને ચકમો આપીને નીકળી ગયો આ વ્યક્તિ, વીડિયો જોઈને તમે પણ કહેશો “આ જ હેવી ડ્રાઈવર છે !”

સોશિયલ મીડિયામાં અકસ્માતના ઘણા વીડિયો રોજ  વાયરલ થતા હોય છે, ઘણા વીડિયોની અંદર ઘણી એવી ઘટનાઓ બનતી હોય છે જેને જોઈને આપણે પણ હેરાન રહી જઈએ. ઘણીવાર તો મોત જે તે વ્યક્તિની નજીક આવીને પણ નીકળી જાય છે, ત્યારે આપણે એમ પણ કહીએ છીએ કે રામ રાખે તેને કોણ ચાખે. આવી ઘણી ઘટનાઓ તમે નજરે પણ જોઈ હશે.

ત્યારે હાલ સોશિયલ મીડિયામાં એક એવી જ ઘટનાનો વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક વ્યક્તિની સામે મોત ઉભું હોવા છતાં પણ યમરાજને ચકમો આપીને નીકળી જાય છે, જેનો વીડિયો જોઈને પણ લોકો હેરાન રહી જાય છે કે આ વ્યક્તિ આખરે બચી કેવી રીતે ગયો ? એવું પણ કહેવાય છે કે ઝડપની મજા, મોતની સજા. પરંતુ આ વ્યક્તિ તેની ઝડપથી જ બચી ગયો.

આ ઘટનાનો વીડિયો સામે આવ્યો છે કર્ણાટકના મંગલુરુમાંથી, જ્યાં એક ફૂલ સ્પીડે આવી રહેલા બાઈક ચાલકે બસને ઓવરટેક કર્યા બાદ મોતને પણ ચકમો આપી દીધો. આ ઘટનાનો ચોંકાવનારો વીડિયો પણ સામે આવ્યો છે. વીડિયોમાં એક બસને યુ-ટર્ન લીધા બાદ રોડના કિનારે ઉભેલી જોવા મળે છે.

બસ ચાલક જુએ છે કે એક બાઈક ચાલકને છોડીને રસ્તા ઉપર બીજું કોઈ નથી આવી રહ્યું, બાઈક સવારના ગયા બાદ બસ યુટર્ન લે છે અને ત્યારે જ એક ફૂલ સ્પીડમાં એક વ્યક્તિ સ્કૂટર લઈને આવી ચઢે છે અને તે બસની એટલો નજીક આવી જાય છે કે તેને બચાવવા માટે બસ ચાલક બ્રેક પણ લગાવી દે છે.

વીડિયોમાં જોતા એવું જ લાગે કે બસ અને સ્કૂટર હવે ટકરાઈ જ જશે પરંતુ સ્કૂટર ચાલક પોતાનું બેલ્સન્સ નથી ખોતો તે દીવાલમાં અથડાય છે અને એક દુકાન અને ઝાડ વચ્ચે રહેલી જગ્યામાંથી એટલી સફાઈથી નીકળી જાય છે કે કોઈએ તેના આ રીતે બચવાની કલ્પના પણ નહીં કરી હોય. આ ઘટના મંગલુરુના એલિયાર પડાવું રોડ ઉપરથી.

એક ખાનગી કંપનીની બસ મંગળવારે સાંજે મંગલુરુથી એલિયાર પડાવું જઈ રહી હતી. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ હવે સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યા છે. આ આખી જ ઘટનાનો વીડિયો માત્ર 15 સેકેંડનો છે પરંતુ જોઈને જ ઘણા લોકોના રૂંવાડા પણ ઉભા થઇ જશે.