ખબર

22 હજારના દંડને 400 રૂપિયામાં કેવી રીતે નિપટાવી શકાય? ખુદ પોલીસવાળાએ આપી ટિપ્સ- જુઓ વિડીયો

દેશમાં નવો મોટરવ્હિકલ એક્ટ લાગુ પડ્યા બાદ લોકોના મોઢે આ મુદ્દે જ ચર્ચા થઇ રહી છે. આજકાલ ભારેખમ દંડના સમાચાર બધી જ જગ્યાએ જોવા મળે છે. આ નિયમના કારણે અમુક લોકોના મહિનાનું પૂરું બજેટ જ બગાડી દે છે. લોકો હંમેશા એ જ વિચારતા હોય છે કે આનાથી બચવા અને ઓછા દંડથી કેમ નીકળી શકાય?

Image Source

હાલમાં જ એક પોલીસકર્મીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. જેમાં તે ટ્રાફિક પોલીસ વધારે દંડ ફટકારે તો તેને કેવી રીતે તેને ઓછા પૈસામાં નિપટાવી શકાય છે. આ 15 મિનિટનો લાંબો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં છવાઈ ગયો છે. જણાવી દઈએકે, જો તમારી સાથે ગાડી ચલાવતા સમયે લાયસન્સ નથી હોતું તો તેનો દંડ 5 હજાર રૂપિયા છે. પહેલા તેના માટે 500 રૂપિયા હતા. નવો નિયમ લાગુ પડ્યા બાદ લોકો ઘણા ગુસ્સામાં છે. ઘણા લોકો આ નિયમનો વિરોધ પણ કરી રહ્યા છે. પરંતુ એક પોલિસ કર્મીએ બતાવ્યું હતું કે, 5 હજારમાં ચલણને કેવી રીતે 100 રૂપિયામાં નિપટાવી શકાય.

Image Source

ટ્રાફિક પોલીસ સુનિલ સંધુએ પહેલા ટ્રાફિકના દંડને લઈને જણાવ્યું હતું કે, લાયસન્સ કે રજીસ્ટ્રેશન નહીં હોય તો 5 હાજરનો દંડ. પોલ્યુશન સર્ટિફિકેટ નહિ હોય તો 10 હજારનો દંડ. ઇન્સ્યોરન્સ નહીં હોય તો 2 હજાર રૂપિયાનો દંડની જોગવાઈ નવા મોટર વ્હિકલ એક્ટપ્રમાણે છે. આ રીતે તેને એક-એક દંડનું લિસ્ટ સંભળાવ્યું હતું. તેને ઉદાહરણ આપતા કહ્યું હતું કે, જો તમે ડોક્યુમેન્ટ્સ ઘરે ભૂલી ગયા છો અને ચલણ આપવામાં આવ્યું છે તો તેમાં પણ તમે ઓછું કરીને 100 રૂપિયા સુધી કરી શકો છો.

Image Source

સંધુએ આગળ જણાવ્યું હતું કે, ટ્રાફિક નિયમ તોડનારને દંડ ભરવા માટે 15 દિવસનો સમય આપવામાં આવે છે. 15 દિવસની અંદર અધિકારીઓને ડોક્યુમેન્ટ્સ દેખાડી શકો છો. તેનાથી તમારો પૂરો દંડ નહીં ભરવો પડે. તમારે ફક્ત 100 રૂપિયા જ દેવાના રહેશે. જેવી રીતે તમારી પાસે ડ્રાઇવિંગ કરતા સમયે ડ્રાઇવિંગ લાયસન્સ, રજીસ્ટ્રેશન, પોલ્યુશન સર્ટિફિકેટ અને ઇન્સ્યોરન્સ નથી. તો નવા નિયમ મુજબ તમારે 22 હજાર રૂપિયા દંડ ભરવો પડશે. જો તમે 15 દિવસની અંદર અધિકારીઓને ડોક્યુમેન્ટ દેખાડી શકો છો. તો તમારે 100-100 રૂપિયા જ દેવા પડશે. તેથી ચાર ચલણ માટે તમારે 400 રૂપિયા જ દેવા પડશે.

Image Source

તેઓએ આ પ્રક્રિયા અંગે જણાવ્યું હતું કે, આ પ્રક્રિયા થોડી સમય લઇ શકે છે. પરંતુ ડ્રાઈવરને આ કારણે પૈસા બચી શકે છે. સાથે જ તેને જણાવ્યું હતું કે, આ નિયમ હેલ્મેટ કે નશો કરીને ગાડી ચલાવવના અપરાધમાં આ નિયમ લાગુ નથી પડતો.

ફેસબુક પર આ વિડીયો ગયા અઠવાડિયે જ શેર કરવામાં આવ્યો હતો. આ વીડિયોને 14 લાખથી વધુ લોકો જોઈ ચુક્યા છે. આ વીડિયોને ઘણા લોકો શેર પણ કરી ચુક્યા છે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks