પત્ની સાથે બદલો લેવા માટે આ પતિએ કર્યુ એવું કે જોઇને લોકો ભડકી ઉઠ્યા- જુઓ વીડિયો

પાકિસ્તાન ટુરિઝમે શેર કર્યો પત્ની સાથે બદલો લેવાનો વીડિયો, ભડકેલા લોકો બોલ્યા- તારુ દિમાગ ખરાબ છે ?

સોશિયલ મીડિયા પર અવાર નવાર અનેક વીડિયો વાયરલ થતા રહે છે, જેમાંના કેટલાક ફની તો કેટલાક ચોંકાવનારા હોય છે. ત્યારે હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયા સાઇટ ટ્વીટર પર સામે આવ્યો છે. જેમાં એક પુરુષ અને એક મહિલા જોવા મળી રહ્યા છે જે કપલ છે. તેઓ કેબલ કારની સવારી કરતા વીડિયોમાં જોવા મળી રહ્યા છે. પરંતુ આ દરમિયાન પતિ કંઇક એવી હરકત કરે છે કે જેને જોઇને લોકો ભડકી ઉઠે છે.

વીડિયોની શરૂઆત કેબલ કારમાં બેઠેલા પતિ-પત્નીથી થાય છે. જેમ જેમ ક્લિપ આગળ વધે છે તેમ, પુરુષ મહિલાને ડરાવવા માટે સેફ્ટી રોડ ખોલવાનો પ્રયાસ કરે છે અને જો તે તેને હેરાન કરવાનું બંધ નહીં કરે તો તેને નીચે ફેંકી દેવાની ધમકી આપે છે. બીજી તરફ, મહિલા એકદમ ડરી ગયેલી દેખાય છે અને તે તેના પતિને તેને માફ કરવા કહે છે. વીડિયોમાં જોઈ શકાય છે કે ડરી ગયેલી મહિલા પુરુષના પગને સ્પર્શ કરવા લાગે છે. પતિ કહે, “આ જુઓ, જો તમારે તમારી પત્ની સાથે બદલો લેવો હોય તો આ રીતે લો… વધુ કરીશ હેરાન ?

આના પર પત્ની કહેશે, “ના, ના… સમનાન ખુદા કા ખૌફ કરે… સમનાન ખુદા કા ખૌફ કરે” પતિ કહે, “હવે તું એક ટકો પણ બદ્તમીજી કરીશ? હવે તું મારી સામે બોલીશ? તું ઉફ્ફ કરીશ? બેટા તું ઉફ્ફ પણ કરીશ તો આ જોઈ રહી છે ને. સોરી કરો, તોબા કરો. ” પતિની ધમકીથી ડરીને પત્નીએ તેના પગ પકડી લીધા.. તે માફી માંગતી હોય તેવું લાગે છે. વીડિયો શેર કરતાં, પાકિસ્તાન ટુરિઝમે તેના ટ્વિટર પર લખ્યું, “પોતાની પત્ની સાથે બદલો લેવાની પર્યટકની રીત”

આ વીડિયો 25 ડિસેમ્બરે પાકિસ્તાન ટુરિઝમ (@PakistanJannat) નામના પેજ દ્વારા ટ્વિટર પર પોસ્ટ કરવામાં આવ્યો હતો. આ ક્લિપને લાખોમાં વ્યૂઝ મળ્યા છે અને સેંકડો યુઝર્સે આ અંગે પ્રતિક્રિયા આપી છે. એક વ્યક્તિએ લખ્યું- શું તમે ખરેખર તમારા વ્યવસાયના પ્રચાર માટે તેનો ઉપયોગ કરો છો? તે ડરામણુ છે. તે બિલકુલ રમુજી નથી. અન્ય એક યુઝરે લખ્યું- પાકિસ્તાન ટુરિઝમ અને આ કપલ પર કાર્યવાહી થવી જોઈએ. ઘણા યુઝર્સ પાકિસ્તાન ટુરિઝમ અને કપલની ટીકા કરી રહ્યા છે.

Shah Jina