પોતનું પાકીટ, બુટ અને સામાન આપી દેવા લાગ્યો આ વ્યક્તિ અને પછી અચાનક આવ્યો ગોળીનો અવાજ, ભાગવા લાગ્યા લોકો, જુઓ પ્રેન્ક વીડિયો

સોશિયલ મીડિયાની અંદર રોજ અવનવા વીડિયો વાયરલ થતા રહે છે. ત્યારે હાલ ઘણા લોકો પ્રેન્ક વીડિયો પણ બનાવે છે. ઘણા પ્રેન્ક વીડિયોને જોઈને આપણા પણ હોશ ઉડી જાય. ઘણા લોકો એવા ગજબના પ્રેન્ક કરતા હોય છે કે આસપાસ રહેલા લોકો પણ આવી ઘટનાઓને સાચી માની લેતા હોય છે.

હાલ સોશિયલ મીડિયામાં એક એવા જ પ્રેન્કનો વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોની અંદર જોઈ શકાય છે કે રસ્તાના કિનારે બે લોકો દીવાલની પાછળ ઉભા છે. કેટલાક બીજા લોકોને રસ્તા ઉપર આવતા જોઈને તે બંનેમાંથી એક વ્યક્તિ બહાર રસ્તા ઉપર આવીને પડવાની એક્ટિંગ કરે છે.

આ વ્યક્તિ નીચે પડ્યા બાદ પોતાના ખિસ્સામાં રહેલા સામાનને પણ બહાર કાઢીને કહે છે. આ બધું લઇ લો અને મને જવા દો, મને ના મરશો. આ ઘટના જોઈને રસ્તા ઉપર આવી રહેલા લોકો પણ ત્યાંના ત્યાં જ ઉભા રહી જાય છે. આ લોકોને દીવાલની પાછળ છુપાયેલો બીજી વ્યક્તિ નથી દેખાઈ રહ્યો.

જમીન ઉપર પડેલો વ્યક્તિ બે હાથ જોડીને  જિંદગીની ભીખ પણ માંગી રહ્યો છે, ત્યારે જ દીવાલની પાછળ ઉભો રહેલો વ્યક્તિ દીવાલમાં ફોડવાનો ફટાકડો ફોડે છે અને નીચે પડેલો વ્યક્તિ મરવાનો અભિનય કરે છે. આ વ્યક્તિને અને ફટાકડાના અવાજ અને ધુમાડાને જોતા જ રસ્તા ઉપર ઊભેલા લોકો પણ ભાગી જાય છે. સોશિયલ મીડિયામાં આ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

Niraj Patel