લાવા નીકળતા જ્વાળામુખીનો ડ્રોન દ્વારા લેવામાં આવેલો આ વીડિયો જોઈને તમે પણ હેરાન રહી જશો, જુઓ કેવો ભભકતો દેખાય છે જ્વાળામુખી

સોશિયલ મીડિયાની અંદર ઘણા એવા વીડિયો વાયરલ થતા હોય છે જેને જોઈને આપણે પણ ચોંકી ઉઠીએ, પરંતુ આજે અમે તમને એક એવો વીડિયો બતાવવાના છે જે કદાચ જીવનમાં પણ ક્યારેય જોવા નહિ મળે.

એક ડ્રોન દ્વારા નજીક જઈને જ્વાળામુખીનો વીડિયો કેપ્ચર કર્યો. શુક્રવારની રાત આઇસલેન્ડની રાજધાની રેકજાવિકની પાસે એક આકાશી રોશની ચમકી રહી હતી. ફાગ્રાદાલ્સફજાલ જ્વાળામુખી વિસ્ફોટમાં જમીનની બહાર લાવા નીકળી રહ્યો હતો.

એક મીડિયા અનુસાર આ એક વિસ્ફોટ હતો જે આઈસલૅન્ડર્સ ઘણા અઠવાડિયાથી આશા કરી રહ્યા હતા. તેનાથી કોઈને કંઈપણ પ્રકારની ચોટ કે નુકશાન નથી આવ્યું. સોશિયલ મીડિયા ઉપર આ વીડિયો ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે.

Bjord Steinbekk જેને પોતાની યુટ્યુબ ચેનલ ઉપર “ડ્રોન વાળો એક માણસ”ના રૂપમાં પોતાને પરિભાષિત કર્યો છે. તે પોતાના ડ્રોનને ફાગ્રાદાલ્સફજાલની એકદમ નજીક ઉડાવીને લાલ રંગના લાવા નીકળતા જ્વાળામુખીના આશ્ચર્યજનક દૃશ્યને કેદ કરવામાં સફળ રહ્યો.

આ ક્ષેત્રની અંદર જ્વાળામુખી વિસ્ફોટને વિનાશકારી વિસ્ફોટના રૂપમાં ઓળખવામાં આવે છે. જ્યાં લાવા જમીનમાંથી સતત બાહર નીકળે છે. વિસ્ફોટ થયા બાદ રાખ વાદળોમાં ફેલાઈ જાય છે.

Bjord Steinbekk દ્વારા આ વીડિયોને પોતાના ફેસબુક ઉપર પોસ્ટ કરવામાં આવ્યો છે જેને હજારો લોકોએ શેર કર્યો છે અને ઘણા લોકો તેમાં પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. આ અદ્દભુત નજારાને તમે પણ નિહાળો….

Niraj Patel